શ્રેયસના શ્રેણી-વિજયની શરૂઆતઃ ઇશાન-તિલકની ધમાકેદાર ઇનિંગ્સ બાદ અભિષેકની બોલિંગમાં કમાલ
હરારેઃ ભારતે અહીં ઝિમ્બાબ્વેને ટી-20 સિરીઝની બીજી મૅચમાં પણ હરાવીને ટ્રોફી પર 2-0થી કબજો કરી લીધો હતો. આવતી કાલે (રવિવારે) ભારત-ઝિમ્બાબ્વે વચ્ચે ત્રીજી અને અંતિમ ટી-20 મૅચ (સાંજે 4.30 વાગ્યાથી) રમાશે. આ જીત સાથે ભારતે શ્રેયસ ઐયરની કૅપ્ટન્સીમાં શ્રેણી-વિજયની શરૂઆત કરી દીધી છે.
ઇશાનના 81, તિલકના અણનમ 60
બૅટિંગમાં ભારતે ઇશાન કિશન (81 રન, 44 બૉલ, બે સિક્સર, નવ ફોર) અને તિલક વર્મા (60 અણનમ, 29 બૉલ, ત્રણ સિક્સર, પાંચ ફોર) વચ્ચેની ચોથી વિકેટ માટેની 44 બૉલમાં 94 રનની ભાગીદારીથી જીતનો પાયો નાખ્યો હતો અને ત્યાર બાદ ભારતના છ બોલરે કમાલ બતાવી હતી. ભારતના સાતમાંથી મયંક યાદવ (પચીસ રનમાં વિકેટ નહીં) છ બોલરને વિકેટ મળી હતીઃ અભિષેક શર્મા (17 રનમાં ત્રણ), પ્રિન્સ યાદવ (10 રનમાં બે), યશ ઠાકુર (30 રનમાં બે), તિલક વર્મા (નવ રનમાં એક), શિવમ દુબે (13 રનમાં એક) અને રવિ બિશ્નોઈ (20 રનમાં એક). એક તબક્કે ઝિમ્બાબ્વેએ 16 બૉલમાં માત્ર 15 રનમાં ચાર વિકેટ ગુમાવી હતી.
S🥵🥵RYAVANSHI
— FanCode (@FanCode) July 25, 2026
4️⃣6️⃣4️⃣4️⃣
Watch it LIVE on FanCode! 🇮🇳 👇https://t.co/3kCBPJuPrW#ZIMvIND #IndiaCricket #RokoNahiThoko pic.twitter.com/9EHYBT9fjw
અભિષેકનો ભારતીય વિક્રમ
ભારતે પાંચ વિકેટે 219 રન બનાવ્યા બાદ ઝિમ્બાબ્વેની ટીમ 17.5 ઓવરમાં ફક્ત 129 રનમાં ઑલઆઉટ થઈ જતાં ભારતે 90 રનથી વિજય મેળવ્યો હતો. બૅટિંગમાં નિષ્ફળ રહેલા ઓપનિંગ બૅટ્સમૅન અભિષેક શર્મા (આઠ રન)એ પછીથી બોલિંગમાં કમાલ બતાવી હતી. તેણે 17 રનમાં સૌથી વધુ ત્રણ વિકેટ લીધી હતી. અભિષેક ભારતનો એવો પ્રથમ ઓપનિંગ બૅટ્સમૅન છે જેણે એક ટી-20 મૅચમાં ત્રણ વિકેટ લીધી છે. આ અગાઉ છેલ્લે ભારત વતી 2012માં વીરેન્દર સેહવાગ એક આંતરરાષ્ટ્રીય મૅચમાં ત્રણ વિકેટ લીધી હતી.
બે ટૂરમાં નામોશી બાદ ત્રીજીમાં ખુશી
આયરલૅન્ડ અને ઇંગ્લૅન્ડમાં અનુક્રમે 0-2 અને 0-4ની વાઇટવૉશની નામોશી જોયા પછી ઝિમ્બાબ્વે સામે વિજય મેળવીને પહેલી વખત ભારત શ્રેયસ ઐયરના સુકાનમાં શ્રેણી જીત્યું છે. ટીમ ઇન્ડિયાએ હરારેમાં 2-0થી વિજયી સરસાઈ મેળવી લીધી છે.
🚨 𝟐𝐧𝐝 𝐓𝟐𝟎𝐈 𝐈𝐍𝐃𝐈𝐀 𝐯𝐬 𝐙𝐈𝐌𝐁𝐀𝐁𝐖𝐄 🚨
— Cricket Lover 🏏 (@Crick97924Lover) July 25, 2026
INDIA 🇮🇳 2️⃣1️⃣9️⃣-5️⃣ (20) against ZIMBABWE 🇿🇼 | CRR : 10.95
Ishan Kishan : 81 (44)
Tilak Varma* : 60 (29)
Newman Nyamhuri : 1-22 (3)
ZIMBABWE 🇿🇼 NEED 2️⃣2️⃣0️⃣ RUNS TO WIN#INDvsZIM #ZIMvIND #T20I pic.twitter.com/OzbAq4jzcv
નવા બોલર યશની બે વિકેટ
નવોદિત પેસ બોલર યશ ઠાકુરે ભારત વતી ડેબ્યૂ કર્યા પછી બે વિકેટની કમાલથી ભારતની જીતમાં મહત્ત્વનું યોગદાન આપ્યું હતું. તેણે ઓપનર બ્રાયન બેનેટ (32 રન) અને વિકેટકીપર ટેડિવાનાશે મારુમની (24 રન)ની મહત્ત્વની વિકેટ લીધી હતી.
વૈભવ ટૂંકી ફટકાબાજી બાદ સાહસી શૉટમાં આઉટ
ભારતને પ્રથમ બૅટિંગનો સુંદર મોકો મળ્યો, પણ સસ્તામાં બે વિકેટ ગુમાવી દીધી. અભિષેક શર્મા ફક્ત બે ચોગ્ગાથી બનેલા ફક્ત આઠ રનના સ્કોર પર કૅચઆઉટ થયો ત્યાર પછી વૈભવ સૂર્યવંશી (20 રન)એ ઍન્ગારવાના સતત ચાર બૉલમાં ફટકાબાજી કર્યા પછી પાંચમા બૉલ પર પણ બિગ શૉટ મારવાની લાલચમાં વિકેટ ગુમાવી દીધી હતી. તેણે આ પેસ બોલરની ઓવરના બીજા બૉલ પર ચોગ્ગો માર્યા બાદ ત્રીજા બૉલ પર છગ્ગો ફટકાર્યો હતો. તે અહીં જ નહોતો અટક્યો. ચોથા બૉલ પર અને પાંચમા બૉલ પર તેણે બે ચોગ્ગા ફટકારીને સ્ટેડિયમ ગજવી નાખ્યું હતું, પરંતુ છઠ્ઠો બૉલ જે શૉર્ટ બૉલ હતો એમાં સાહસ બતાવીને વધુ એક ઊંચો શૉટ મારવા ગયો અને મિડ-ઑનના ફીલ્ડર મુઝરબાનીને કૅચ આપી બેઠો હતો. સિરીઝની પ્રથમ મૅચના હાફ સેન્ચુરિયન વૈભવે નવ બૉલમાં ત્રણ ચોગ્ગા અને એક છગ્ગાની મદદથી 20 રન બનાવ્યા હતા.