અર્શદીપના તરખાટ પછી અભિષેકની આતશબાજીઃ અફઘાનિસ્તાન 8/156, ભારત 3/157
નવી દિલ્હીઃ ભારતીય ક્રિકેટરોએ અહીં અરુણ જેટલી સ્ટેડિયમમાં `વંદે માતરમ' રાષ્ટ્ર ગીતના ઐતિહાસિક આયોજન અને ત્યાર પછી `જન ગણ મન' સાથે સંપન્ન થયેલી પ્રારંભિક વિધિ પછી અફઘાનિસ્તાન સામે રમાયેલી ટી-20 સિરીઝની પ્રથમ મૅચમાં 38 બૉલ બાકી રાખીને સાત વિકેટે જીતીને 1-0થી સરસાઈ મેળવી હતી. ભારત (India)ને જીતવા 157 રનનો સાધારણ લક્ષ્યાંક મળ્યો હતો જે ભારતે 13.4 ઓવરમાં 3/157ના સ્કોર સાથે મેળવી લીધો હતો.
બોલિંગમાં અર્શદીપ સિંહ (4-0-19-3) સુપરસ્ટાર હતો તો બૅટિંગમાં ઓપનર અભિષેક શર્મા (82 રન, 32 બૉલ, સાત સિક્સર, સાત ફોર)એ રંગ રાખ્યો હતો. તેની અને ઇશાન કિશન (42 રન, 33 બૉલ, એક સિક્સર, પાંચ ફોર) વચ્ચે બીજી વિકેટ માટે માત્ર 53 બૉલમાં 121 રનની ભાગીદારી થઈ હતી જે મૅચ-વિનિંગ નીવડી હતી.
Perfect response with a pinpoint yorker 🔥@arshdeepsinghh breaks the stand with the big wicket of Mohd. Nabi 👏
— BCCI (@BCCI) September 13, 2026
Updates ▶️ https://t.co/Wacwj3tM4l#TeamIndia | #AFGvIND pic.twitter.com/RTVYxeooMO
અફઘાનિસ્તાન (Afghanistan)એ જીતવા 157 રનનો લક્ષ્યાંક આપ્યો ત્યાર બાદ ભારતે સંજુ સૅમસન (10 રન)ની વિકેટ વહેલી હતી. વૈભવ સૂર્યવંશીને બદલે સૅમસનને રમાડવામાં આવ્યો, પણ તે આઠમા બૉલ પર જ કૅચઆઉટ થઈ ગયો હતો. અભિષેક-ઇશાનની લાંબી ભાગીદારી બાદ બન્નેએ ટૂંકા સમયમાં વિકેટ ગુમાવી ત્યાર પછી કૅપ્ટન શ્રેયસ ઐયર (આઠ રન) અને વાઇસ-કૅપ્ટન તિલક વર્મા (ત્રણ રન)ની જોડીએ ટીમ ઇન્ડિયાની નૌકા પાર કરી હતી.
2️⃣2️⃣-ball FIFTY in the series opener 👏
— BCCI (@BCCI) September 13, 2026
Abhishek Sharma's 1️⃣2️⃣th in T20Is 💙
Updates ▶️ https://t.co/Wacwj3tM4l#TeamIndia | #AFGvIND | @OfficialAbhi04 pic.twitter.com/vV3OiuoKB5
એ પહેલાં, ભારતે ટૉસ જીતીને ફીલ્ડિંગ પસંદ કરી હતી. બુમરાહ લગભગ બે મહિને પાછો રમવા આવ્યો અને આવતાંવેંત તેણે વિકેટ લીધી હતી. તેણે અફઘાનિસ્તાનના ભરોસાપાત્ર ઓપનર અને વિકેટકીપર રહમનુલ્લા ગુરબાઝને સિરીઝના બીજા જ બૉલમાં પ્રથમ સ્લિપમાં અભિષેક શર્માના હાથમાં કૅચઆઉટ કરાવ્યો હતો. અફઘાનિસ્તાનના 8/156ના સ્કોરમાં અઝમતુલ્લા ઓમરઝાઈ (64 અણનમ, 44 બૉલ, ચાર છગ્ગા, ચાર ચોગ્ગા)નું સૌથી મોટું યોગદાન હતું. તેની અને મોહમ્મદ નબી (33 રન) વચ્ચે છઠ્ઠી વિકેટ માટે 77 રનની ભાગીદારી થઈ હતી. અર્શદીપની ત્રણ વિકેટ ઉપરાંત બુમરાહ, અક્ષર તથા વરુણ ચક્રવર્તીને એક-એક વિકેટ મળી હતી. નીતીશ રેડ્ડી, શિવમ દુબે અને અભિષેક શર્મા વિકેટ નહોતા લઈ શક્યા.