Thu Sep 10 2026

Logo

ગુજરાતમાં મ્યુનિસિપલ કોર્પોરેશનોની ચૂંટણીમાં વાપીમાં સૌથી વધારે મતદાન, સૌથી ઓછું મતદાન ક્યાં થયું ?

2026-04-27 13:14:00
Author: Mayur Patel
ગુજરાતમાં મ્યુનિસિપલ કોર્પોરેશનોની ચૂંટણીમાં વાપીમાં સૌથી વધારે મતદાન, સૌથી ઓછું મતદાન ક્યાં થયું ?

અમદાવાદઃ ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈ ગઈકાલે મતદાન થયું હતું. મોડી રાતે મતદાનના આંકડા જાહેર થયા હતા. જે મુજબ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીમાં વાપીમાં સૌથી વધારે મતદાન થયું હતું. જ્યારે પોરબંદરમાં સૌથી ઓછું મતદાન થયું હતું.

કઈ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં કેટલું મતદાન થયું

વાપીમાં 65.68 ટકા, નવસારીમાં 59.68 ટકા, મોરબીમાં 58.75 ટકા, નડીયાદમાં 55.23 ટકા, કરમસદ-આણંદમાં 55.23 ટકા, મહેસાણામાં 52.99 ટકા, સુરતમાં 52.83 ટકા, જામનગરમાં 50.02 ટકા, ભાવનગરમાં 47.26 ટકા, વડોદરામાં 47.01 ટકા, સુરેન્દ્રનગરમાં 46.84 ટકા, રાજકોટમાં 46.45 ટકા, અમદાવાદમાં 45.59 ટકા, ગાંધીધામમાં 41.78 ટકા અને પોરબંદરમાં 41.67 ટકા મતદાન થયું હતું.

વાપી, નવસારી, મોરબી, નડીયાદ, મહેસાણા, ભાવનગર, સુરેન્દ્રનગર, ગાંધીધામના 13-13 વોર્ડ,  સુરતના 30 વોર્ડ, જામનગરના 16 વોર્ડ, વડોદરાના 19 વોર્ડ,  રાજકોટના 18 વોર્ડ, અમદાવાદના 48 વોર્ડમાં મતદાન થયું હતું. કરસસદ-આણંદના 13 વોર્ડમાંથી 12 વોર્ડમાં તથા પોરબંદરના 13 વોર્ડમાંથી 11 વોર્ડમાં મતદાન થયું હતું.

રાજ્યમાં 15 મહાનગરપાલિકાઓ, 84 નગરપાલિકાઓ, 34 જિલ્લા પંચાયતો તથા 260 તાલુકા પંચાયતોની કુલ 9,992 બેઠકોમાંથી 733 બેઠકો બિનહરીફ જાહેર થઈ હતી.