Wed Aug 19 2026

Logo

સુરતમાં હવસખોરે 14 વર્ષની સાવકી દીકરીને પ્રેગનન્ટ કરી દીધી, કેવી રીતે પાપાચારનો ભાંડો ફૂટ્યો ?

2026-08-08 10:13:00
Author: Mayur Patel
Article Image

સુરતઃ શહેરમાં વધુ એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો હતો. હવસખોરે 14 વર્ષની સાવકી દીકરીને પ્રેગનન્ટ કરી દીધી હતી. જોકે દીકરીને દુખાવો થતાં સારવાર માટે લઈ જવાઈ હતી. જ્યાં સાત મહિનાનો ગર્ભ હોવાનું સામે આવ્યું હતું. જે બાદ દીકરીએ આપવીતી જણાવતાં પિતાના પાપાચારનો ભાંડો ફૂટ્યો હતો.

શું છે સમગ્ર મામલો

સુરતના પુણા ગામમાં રહેતી 14 વર્ષની દીકરીની માતાએ 10 વર્ષ પહેલા છૂટાછેટા લીધા હતા. જે બાદ પુત્રીને સાથે રાખીને બીજા યુવક સાથે લગ્ન કર્યા હતા. આરોપી સાવકો પિતા પરિવાર સાથે રહેતો હતો. આરોપી તેની સાવકી દીકરી પર છેલ્લા આઠ-દસ મહિનાથી દુષ્કર્મ આચરતો હતો.

દર વખતે દુષ્કર્મ બાદ સાવકો બાપ ધમકી અને મોતનો ડર બતાવી કોઈને જાણ કરવા દબાણ કરતો હતો. સાવકા બાપ દ્વારા કરવામાં આવતો બળાત્કાર મુંગા મોઢે સહન કરતી સગીરાને છેલ્લા થોડા દિવસથી પેટમાં દુખાવો થતો હતો. જેથી તેની માતા તબીબી તપાસ માટે લઈ ગઈ હતી. જ્યાં સગીરાને સાત મહિનાનો ગર્ભ હોવાનું નિદાન થતાં માતાના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી.

માતાએ પૂછતા દીકરીએ સાવકા બાપની કરતૂતો જણાવી હતી. દીકરી પાસેથી સમગ્ર ઘટના જાણ્યા બાદ માતાએ તરત જ પોલીસ સ્ટેશનનો સંપર્ક કરી પતિ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. જેના આધારે પોલીસે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી આરોપીની ધરપકડ કરી હતી.