Wed Sep 16 2026

Logo

રાજકોટમાં 11 વર્ષની છોકરીને 17 વર્ષના સગીરે બનાવી હવસનો શિકાર, કઈ રીતે ફૂટ્યો ભાંડો ?

2026-07-07 10:12:00
Author: Mayur Patel
રાજકોટમાં 11 વર્ષની છોકરીને 17 વર્ષના સગીરે બનાવી હવસનો શિકાર, કઈ રીતે ફૂટ્યો ભાંડો ?

રાજકોટઃ શહેરમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી હતી. 11 વર્ષની છોકરીને 17 વર્ષના સગીરે હવસનો શિકાર બનાવી હતી. નાની બહેને મેગી ખાવા બોલાવા જતાં કિશોરને કઢંગી હાલતમાં જોઈ ગભરાઈ ગઈ હતી. જે બાદ પરિવારને જાણ કરવામાં આવી હતી. આ રીતે ભાંડો ફૂટ્યો હતો.

શું છે મામલો
મળતી વિગત પ્રમાણેસ રાજકોટમાં રહેતા અને મજૂરી કામ કરતા એક પરિવારની 15 વર્ષની દીકરી બે દિવસ પહેલા સાંજે ઘરે એકલી હતી. તેની નાની બહેન પડોશમાં રમવા ગઈ હતી. આ સમયનો ફાયદો ઉઠાવીને પડોશમાં જ રહેતો અને શાકભાજીની લારી ચલાવતો એક 17 વર્ષનો સગીર છોકરો તેના ઘરમાં ઘૂસી ગયો હતો. તેણે બાળકીને જો અવાજ કરીશ તો જાનથી મારી નાખીશ તેવી ધમકી આપીને તેની સાથે દુષ્કર્મ 

બનાવની ખબર કેવી રીતે પડી?

થોડીવાર પછી, નાની બહેન તેની મોટી બહેનને પાડોશમાં મેગી ખાવા બોલાવવા માટે ઘરે આવી હતી. આ સમયે તેણે આરોપીને નિર્વસ્ત્ર હાલતમાં જોઈ લીધો, જેથી તે ગભરાઈને પાડોશી મહિલા પાસે દોડી ગઈ. પાડોશી મહિલા તરત જ સગીરાના ઘરે પહોંચ્યા, પણ તે પહેલાં જ આરોપી કપડાં પહેરીને ત્યાંથી ભાગી ગયો હતો.

એ જ સમયે સગીરાનો મોટો ભાઈ પણ ઘરમાં ધૂપ-દીવો કરવા આવ્યો. તેણે પોતાની બહેનને રડતી જોઈને તરત જ માતાને ફોન કરીને બોલાવી. હતી.માતાએ ઘરે આવીને પૂછપરછ કરતાં ડરી ગયેલી દીકરીએ પોતાની સાથે થયેલી આપવીતી જણાવી હતી.

પોલીસે શું કાર્યવાહી કરી?

આ સાંભળીને આઘાતમાં સરેલા માતા-પિતા તરત જ તાલુકા પોલીસ સ્ટેશને પહોંચ્યા હતા. સગીરાની માતાની ફરિયાદના આધારે પોલીસે નરાધમ સગીર આરોપીને ઝડપી લીધો હતો.  પોલીસ આજે તેને જુવેનાઇલ બોર્ડ સમક્ષ રજૂ કરશે.