અમદાવાદઃ મુંબઈથી ઉપડતી હમસફર એક્સપ્રેસ 21901 માં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો હતો. જ્યાં ટ્રેનના દારૂની ખેપ મારતો એક શખ્સ ઝડપાયો હતો. જયારે TCએ આ મામલે જણાવ્યું કે 22 ડબ્બાની ટ્રેનમાં એક પણ રેલવે પોલીસનો જવાન ફરજ પર હાજર નથી. રેલવેમાં મુસાફરોની સુરક્ષા વ્યવસ્થા પર ગંભીર સવાલો ઉઠ્યા છે.
TCએ શું કહ્યું
આ ટ્રેનમાં મુંબઈ સમાચારના પ્રતિનિધિ મુસાફરી કરી રહ્યા હતા. તેમણે TC સાથે વાત કરી હતી. TC એ જણાવ્યું કે 22 ડબ્બાની ટ્રેનમાં એક પણ રેલવે પોલીસનો જવાન ફરજ પર હાજર નથી.
ખેપિયાએ શું કરી કબૂલાત
આ ખેપિયાએ કબૂલ્યું કે દમણથી આ માલ આવે છે અને વાપીના કુખ્યાત બુટલેગર શિવા માટે તે આ હેરાફેરી કરે છે. એટલું જ નહીં આ કામ માટે જાણે કોઈ જ ડર ન હોય હેરાફેરી કરે છે. પોલીસનો કોઈ ખોફ ન હોય તેમ ઉડાઉ જવાબ આપ્યો હતો કે જેલ થશે બીજું શું? હમસફર એક્સપ્રેસમાં પકડાયેલા દારૂના ખેપિયાનું નિવેદન ચોંકાવનારું છે – 'ચાર-પાંચ દિવસમાં તો હું છૂટી જઈશ'. આ એક વાક્ય સાબિત કરે છે કે બુટલેગરોના મનમાં કાયદાનો ડર નથી. વધુ ગંભીર વાત એ છે કે, જે દારૂની હેરાફેરી થઈ રહી છે તે નકલી હોવાની ચર્ચા છે.