અમદાવાદઃ ગુજરાતમાં સવારે 6 થી લઈને બપોરે 12 વાગ્યા સુધીમાં 51 તાલુકામાં વરસાદ પડ્યો હતો. સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર, ગાંધીનગર દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા પ્રમાણે, એક તાલુકામાં 6 ઇંચથી વધારે, પાંચ તાલુકામાં એક ઇંચથી વધારે વરસાદ પડ્યો હતો. 45 તાલુકામાં એક ઇંચ સુધીનો વરસાદ નોંધાયો હતો.
કચ્છના માંડવીમાં સૌથી વધુ
સવાર 6 વાગ્યાથી લઈ બપોર 12 વાગ્યા સુધીમાં કચ્છના માંડવીમાં સૌથી વધુ 6.97 ઇંચ વરસાદ પડ્યો હતો. મુન્દ્રામાં 1.57 ઇંચ, ભુજમાં 1.26 ઇંચ, સુરત શહેરમાં 1.06 ઇંચ, અબડાસામાં 1.06 ઇંચ, નખત્રાણામાં 1.02 ઇંચ, ખંભાળીયામાં 0.87 ઇંચ, લખપતમાં 0.79 ઇંચ, ગાંધીધામમાં 0.63 ઇંચ, અંજારમાં 0.55 ઇંચ, કામરેજમાં 0.47 ઇંચ, સિહોરમાં 0.47 ઇંચ વરસાદ વરસ્યો હતો.
ઓખામંડળ, જામનગર, આંકલાવમાં 0.35 ઇંચ, ઉનામાં 0.28 ઇંચ, વાગ્રા, ઓલપાડ, પોરબંદરમાં 0.24 ઇંચ, નડિયાદ, કોડીનારમાં 0.20 ઇંચ, નેત્રંગ, જોડિયા, કાલોલ, હાંસોટ, કોઠંબામાં 0.16 ઇંચ, આણંદ, મોડાસામાં 0.12 ઇંચ, કાંકરેજ, કેશોદ, ચોર્યાસી, તાલાલા, સૂત્રાપાડા, રાણાવાવ, માણાવદર, જાફરાબાદ, મહુવા (ભાવનગર), ઉમરેઠ, પેટલાદ, ભાણવડમાં 0.8 ઇંચ તથા તલોદ, અરેઠ, વલસાડ, ભીલોડા, વડાલી, માળીયા હાટીના, ઠાસરા, અંકલેશ્વર, કલ્યાણપુર, બાલસિનોરમાં 0.04 ઇંચ વરસાદ નોંધાયો હતો.
સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર, ગાંધીનગર દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા પ્રમાણે, રાજ્યમાં સિઝનનો સરેરાશ 84.38 ટકા વરસાદ પડી ચુક્યો છે. કચ્છમાં 48.52 ટકા, ઉત્તર ગુજરાતમાં 63.29 ટકા, પૂર્વ મધ્યમાં 84.97 ટકા, સૌરાષ્ટ્રમાં 65.14 ટકા તથા દક્ષિણ ગુજરાતમાં 112.32 ટકા વરસાદ વરસ્યો છે.
સરદાર સરોવર નર્મદા ડેમ હાલ તેની કુલ સંગ્રહ ક્ષમતાનો 95.42 ટકા ભરાયેલો છે. રાજ્યના અન્ય 206 જળાશયોમાં 68.21 ટકા જળસંગ્રહ છે. રાજ્યમાં 23 ડેમ 100 ટકા ભરાયેલા છે. 38 ડેમ 70 થી 100 ટકા વચ્ચે ભરાયેલા છે. 25 ડેમ 50 થી 70 ટકા અને 43 ડેમ 25 થી 50 ટકા વચ્ચે ભરાયેલા છે. જ્યારે 77 જળાશયોમાં 25 ટકાથી પણ ઓછો જળસંગ્રહ છે. રાજ્યમાં 39 ડેમ હાઈ એલર્ટ પર છે. જ્યારે 12 ડેમ એલર્ટ અને 10 ડેમ વોર્નિંગ પર છે.
હવામાન વિભાગનું પૂર્વાનુમાન
હવામાન વિભાગે સોમવારે જાહેર કરેવા પૂર્વાનુમાન મુજબ મુજબ, આજે સૌરાષ્ટ્રના રાજકોટ, જામનગર, પોરબંદર, મોરબી, દેવભૂમિ દ્વારકા તેમજ કચ્છમાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદ પડી શકે છે. જ્યારે બાકીના રાજ્યના વિસ્તારોમાં 30-40 કિ.મીની ગતિએ પવન અને ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે. જ્યારે 16 થી 18 સપ્ટેમ્બર રાજ્યભરમાં ભારે વરસાદનું જોર ઘટશે, પરંતુ મોટાભાગના જિલ્લાઓમાં અમુક સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદી ઝાપટા સતત ચાલુ રહેશે. 19 અને 20 સપ્ટેમ્બર સપ્તાહના અંત સુધીમાં ચોમાસાની સિસ્ટમ ધીમી પડશે અને રાજ્યના વિવિધ વિસ્તારોમાં માત્ર છૂટા છવાયા સ્થળોએ જ ગાજવીજ સાથે હળવા ઝાપટાં પડશે.