ગાંધીનગરઃ રાજ્યના નાણાં પ્રધાન કનુભાઈ દેસાઈએ ગુજરાતના ઈતિહાસનું સૌથી મોટું ₹4,08,053 કરોડનું બજેટ રજૂ કર્યું હતું. રાજ્યના નાયબ મુખ્ય પ્રધાન હર્ષ સંઘવીના ગૃહ વિભાગ માટે કુલ ₹14265 કરોડ તથા કાયદા વિભાગ માટે કુલ ₹2702 કરોડની જોગવાઈ કરવામાં આવી હતી. ગૃહ અને કાયદા વિભાગને મળીને કુલ ₹16968 કરોડની ફાળવણી કરવામાં આવી હતી.
ગૃહ વિભાગ માટે કુલ ₹૧૪૨૬૫ કરોડની જોગવાઇ
• પોલીસ કર્મચારીઓ માટે આગામી પાંચ વર્ષમાં કુલ ૨૦ હજાર ૪૪૪ રહેણાક મકાનો પૂરા પાડવાના આયોજન છે. જે માટે આ બજેટમાં ₹૧૫૭૧ કરોડની જોગવાઇ.
• રાજ્યના પોલીસ બિન રહેણાક મકાનો કે જેમાં વિવિધ જિલ્લાઓની કચેરીઓ, પોલીસ સ્ટેશન જેવા કુલ-૧૦૭ મકાનો બનાવવા ₹૧૩૬ કરોડની જોગવાઇ.
• DIAL ૧૧૨ જનરક્ષક પ્રોજેકટ હેઠળ નવી ૩ હજાર જગ્યાઓ ઊભી કરવા જોગવાઇ.
• Rogue Drone તોડી પાડવા ચાર Anti Drone Systemની ખરીદી માટે ₹૨૦ કરોડની જોગવાઇ.
• આંતરરાજ્ય તથા આંતરરાષ્ટ્રીય સરહદ ધરાવતા જિલ્લાઓમાં પોલીસ પેટ્રોલીંગને સુદ્રઢ કરવા ૫૦ Special Operational Vehicle ખરીદવા ₹૯ કરોડની જોગવાઇ.
કાયદા વિભાગ માટે કુલ ₹૨૭૦૨ કરોડની જોગવાઇ
દરેક વ્યકિતને સરળતાથી સમયસર ન્યાય મળી રહે તેવા હેતુથી ન્યાયતંત્રની વ્યવસ્થામાં વિસ્તાર કરી તેને સુદ્રઢ કરવામાં આવશે. અદ્યતન ટેકનોલોજીના ઉપયોગથી ન્યાયતંત્રને સજ્જ બનાવવાસરકાર કાર્યરત છે.
• વિવિધ સ્તરે કોર્ટ બિલ્ડિંગના બાંધકામ તથા મરામત માટે ₹૩૨૪ કરોડની જોગવાઇ.
• ન્યાયિક અધિકારીઓ અને સ્ટાફના રહેણાકના મકાનો માટે ₹૨૨૫ કરોડની જોગવાઇ.
•હાઇ કોર્ટના ઇ-કોર્ટ મિશન મોડ પ્રોજેકટ અંતર્ગત રાજ્યની અદાલતોમાં તમામ સ્તરે કમ્પ્યુટરાઇઝેશન અને ડિજિટાઇઝેશન માટે ₹૨૨ કરોડની જોગવાઇ.