Fri May 01 2026

Logo

હોળી પર સર્જાશે બુધાદિત્ય અને શુક્રાદિત્ય યોગ, ત્રણ રાશિના જાતકોને થશે અપરંપાર ધનલાભ, જોઈ લો તમારી રાશિ પણ છે ને?

2026-02-27 16:07:00
Author: Darshna Visaria
Article Image

જ્યોતિષશાસ્ત્રની દ્રષ્ટિએ માર્ચ મહિનો ખૂબ જ મહત્ત્વનો રહેવાનો છે. આ વખતે ચોથી માર્ચ, 2026ના બુધવારે દેશભરમાં ધામધૂમથી હોળીનો તહેવાર ઉજવવામાં આવશે. જ્યોતિષીય દ્રષ્ટિએ આ વર્ષની હોળી અત્યંત વિશેષ છે, કારણ કે આ દિવસે આકાશમાં ગ્રહોની અદભૂત યુતિ જોવા મળશે.

મુંબઈના એક જાણીતા જ્યોતિષાચાર્યના જણાવ્યા અનુસાર ચોથી માર્ચના રોજ કુંભ રાશિમાં સૂર્ય અને બુધની યુતિથી 'બુધાદિત્ય રાજયોગ' અને સૂર્ય-શુક્રની યુતિથી 'શુક્રાદિત્ય રાજયોગ' રચાઈ રહ્યો છે. જ્યોતિષશાસ્ત્રમાં આ બંને યોગોને ભાગ્યોદય, નાણાકીય સમૃદ્ધિ અને પદ-પ્રતિષ્ઠાના કારક માનવામાં આવે છે. ચાલો જાણીએ કઈ ૩ રાશિઓ માટે આ હોળીનો તહેવાર સમાચાર લઈને આવી શકે છે. 

વાત કરીએ બુધાદિત્ય અને શુક્રાદિત્ય યોગની તો જ્યારે સૂર્યની સાથે બુધ બિરાજમાન હોય ત્યારે બુધાદિત્ય યોગ બને છે, જે વ્યક્તિની બુદ્ધિ, વ્યવસાયિક કુશળતા અને તર્કશક્તિમાં વધારો કરે છે. તેવી જ રીતે, સૂર્ય અને શુક્રની યુતિથી શુક્રાદિત્ય યોગ રચાય છે, જે વ્યક્તિને ભૌતિક સુખ, લક્ઝરી લાઈફ, કલા પ્રત્યે રુચિ અને આકર્ષક વ્યક્તિત્વ પ્રદાન કરે છે.

મેષઃ

મેષ રાશિના જાતકો માટે આ રાજયોગ આવક (Income) ના સ્થાન પર બની રહ્યો છે. આ સમયે આ રાશિના જાતકકોના લાંબા સમયથી ફસાયેલા નાણાં પરત મળશે અને આવકના નવા સ્ત્રોત ઉભા થશે. નોકરીમાં નવી જવાબદારીઓ અને સરકારી કાર્યોમાં સફળતા મળવાના પૂરા યોગ છે. જે લોકો વિદેશી વ્યાપાર સાથે જોડાયેલા છે તેમને આ હોળી પર મોટો આર્થિક ફાયદો થઈ શકે છે.

તુલાઃ 

તુલા રાશિના જાતકો માટે આ યોગ પંચમ ભાવમાં (પ્રેમ, સંતાન અને શિક્ષણ) રચાશે. લવ લાઈફ અને દામ્પત્ય જીવનમાં મધુરતા વધશે. પાર્ટનર સાથેના જૂના વિવાદોનો અંત આવશે. વિદ્યાર્થીઓ માટે આ સમય સુવર્ણ છે, શિક્ષણ ક્ષેત્રે કોઈ મોટી સિદ્ધિ મળી શકે છે. સંતાન પક્ષ તરફથી કોઈ સુખદ સમાચાર મળતા પરિવારમાં ઉત્સાહનો માહોલ રહેશે.

મકરઃ

મકર રાશિ માટે આ સમય ધન અને વાણીના સ્થાન પર વિશેષ પ્રભાવ પાડશે. નોકરીમાં પ્રમોશન અથવા બિઝનેસમાં કોઈ મોટી અને ફાયદાકારક ડીલ ફાઈનલ થઈ શકે છે. જો તમે સમજદારીપૂર્વક શેરબજાર કે પ્રોપર્ટીમાં રોકાણ કરશો, તો ભવિષ્યમાં મોટો નફો મેળવી શકશો. તમારી વાણીથી તમે લોકોના દિલ જીતી શકશો અને સામાજિક પ્રતિષ્ઠામાં વધારો થશે.

વધુ જુઓ...