Tue Sep 15 2026

Logo

ચાંદીપુરા વાયરસનો કહેર! હિંમતનગર સિવિલમાં વધુ એક બાળકીનું મોત, મૃત્યુઆંક વધીને 4 થયો

2026-07-10 12:03:00
Author: Vimal Prajapati
ચાંદીપુરા વાયરસનો કહેર! હિંમતનગર સિવિલમાં વધુ એક બાળકીનું મોત, મૃત્યુઆંક વધીને 4 થયો

હિંમતનગરઃ રાજ્યામાં ચાંદીપુરા વાયરલનો કહેર વધી રહ્યો છે. હિંમતનગરની સિવિસ હોસ્પિટલમાં આ વાયરસના કારણે વધુ એક બાળકીનું મોત થયું હોવાનું પ્રકાશમાં આવ્યું છે. ચાંદીપુરા વાયરસના સંક્રમણને છેલ્લા 15 દિવસમાં જ ત્રણ બાળકોનું મોત થયાં, તે પછી વધુ એક બાળકીનું મોત થયું છે. ચાંદીપુરા વાયરલના કારણે થયેલા મોતનો આકંડો હવે ચાર સુધી પહોંચી રહ્યો છે. હજી પણ બે બાળકો સારવાર હેઠળ હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે. 

ધારાસભ્ય વીડી ઝાલાએ હોસ્પિટલની મુલાકાત લીધી

સૂત્રો દ્વારા મળતી જાણકારી પ્રમાણે આ ઘટનાને પગલે હિંમતનગરના ધારાસભ્ય વીડી ઝાલાએ હોસ્પિટલની મુલાકાત લીધી હતી. આ દરમિયાન હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા બે બાળકોના પરિવાર સાથે પણ વાત કરી હતી. આ બે બાળકોના હજી રિપોર્ટ્સ આવ્યાં નથી. અત્યારે બાળકીઓને પીઆઈસીયુમાં રાખવામાં આવ્યાં હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે. 

અહેવાલ પ્રમાણે તારીખ 7 જુલાઈના રોજ પોશીના તાલુકામાં આવેલા દેમતીમેરા ગામની બાળકી આકૃતિ પરમારને સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવી હતી. હોસ્પિટલનું કહેવું છે કે, આ બાળકીને પરિવારજનો 8 જુલાઈએ ડૉક્ટરને જાણ કર્યાં વિના જ લઈ ગયાં હતા, જેથી રસ્તામાં જ તેનું મોત થઈ ગયું હતું. હજી આ બાળકીનો રિપોર્ટ આવ્યો નથી, રિપોર્ટ્ આવ્યાં બાદ જાણવા મળશે તે તેનું મોત પણ ચાંદીપુરા વાયરસના કારણે થયં છે કે કેમ?

હોસ્પિટસ સહિત તમામ વિસ્તારને સ્વચ્છ રાખવા સૂચના

હિંમતનગરના ધારાસભ્ય વીડી ઝાલા દ્વારા હોસ્પિટસ સહિત તમામ વિસ્તારને સ્વચ્છ રાખવા માટે કહ્યું છે. આ સાથે લોકોને પણ આરોગ્ય વિભાગની સૂચનાઓનું ચુસ્તપણે પાલન કરવા માટે અપીલ કરવામાં આવી છે. આ વાયરલ અંગે ધારાસભ્યએ હોસ્પિટલના આખા મેડિકલ સ્ટાફ સાથે ચર્ચા કરીને વિગતવાર સમીક્ષા કરી હતી.