અમદાવાદઃ રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ બોરસદ રૂરલ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતાં PI ડી.આર. ચૌધરીનાં ભરપૂર વખાણ કર્યા છે.
હર્ષ સંઘવીએ સોશિયલ મીડિયા પોસ્ટ કરીને લખ્યું, પોલીસ ઈન્સ્પેક્ટર ડી.આર. ચૌધરીની તપાસથી પોક્સોમાં 7માંથી 7 કેસમાં 100 ટકા સજા. આણંદ જિલ્લામાં પોક્સો જેવા સંવેદનશીલ અને ગંભીર ગુનાની તપાસ કરતા તત્કાલીન સીપીઆઈ (પેટલાદ ડિવિઝન) અને વર્તમાનમાં બોરસદ પોલીસ સ્ટેશનમાં કાર્યરત પોલીસ ઈન્સ્પેક્ટર ડી.આર.ચૌધરી અને તેમની ટીમે 7માંથી 7 કેસમાં 100 ટકા સજા સુનિશ્ચિત કરીને એક દ્રષ્ટાંત પૂરું પાડ્યું છે.
बेटियों को न्याय दिलाने का संकल्प पुलिस इंस्पेक्टर डी.आर. चौधरी की जांच से पॉक्सो के 7 में से 7 मामलों में 100% सजा
— Harsh Sanghavi (@sanghaviharsh) March 7, 2026
आणंद जिले में पॉक्सो जैसे संवेदनशील और गंभीर अपराधों की जांच करते हुए तत्कालीन CPI (पेटलाद डिवीजन) और वर्तमान में बोरसद पुलिस स्टेशन में कार्यरत पुलिस इंस्पेक्टर… pic.twitter.com/6TDgBxXI7l
તેમાંથી છ મામલામાં ગુનેગારોને આજીવન કેદની કડક સજા થઈ છે. દરેક મામલામાં માત્ર 45 દિવસની અંદર ચાર્જશીટ દાખલ કરવામાં આવી અને 8-9 મહિનામાં જ ન્યાય મળ્યો છે. આ ઉપલબ્ધિ તેમની ટીમની નિષ્ઠા, સંવેદનશીલતા અને દીકરીઓને ન્યાય અપાવવાના અતૂટ સંકલ્પનું પરિણામ છે. પીઆઈ ડી આર ચૌધરી અને તેમની સમગ્ર ટીમને અભિનંદન.
આ ઉપરાંત સંઘવીએ લખ્યું, તમારી પ્રતિબદ્ધતા ન માત્ર પોલીસબળ માટે પ્રેરણા છે પરંતુ રાજ્યની તમામ દીકરીઓ અને તેમના પરિવારોના મમનમાં સુરક્ષાનો વિશ્વાસ વધુ મજબૂત કરે છે.