Sun Mar 08 2026

Logo

વિવાહમાં ધોળ ને મરણમાં રાજિયા

2 weeks ago
Author: Mumbaisamachar Team
Article Image

 

ઝબાન સંભાલ કે - હેન્રી શાસ્ત્રી

કહેવતોમાં લોકજીવનનો અનુભવ નીતરતો હોય છે અને એની ભાષા સાદી અને સરળ હોવાથી કહેવતો જલદી લોકજીભે ચડી જાય છે. કહેવતોની અનેક ખાસિયત છે જેમાં લોકજીવનના પ્રતિબિંબનો સમાવેશ થાય છે. રૂઢિપ્રયોગોની માફક કહેવતોમાં પણ સમાજવ્યવહારનું પ્રતિબિંબ પડે છે. એક ઉદાહરણ જોઈએ. તમે ‘સોટી વાગે ચમચમ, વિદ્યા આવે રમઝમ’ કહેવત તો જરૂર સાંભળી હશે. આજે આ કહેવત પ્રસ્તુત નથી, પણ એક સમયે નિશાળમાં માસ્તર અને ઘરમાં પિતાની ધાક કેવી અસરકારક રહેતી એનું પ્રતિબિંબ અહીં જોવા મળે છે. ચોક્કસ સમયના આપણા શિક્ષણજગતનું ચિત્ર રજૂ કરે છે. શિક્ષણ સંબંધિત અન્ય એક કહેવત છે જે તમે જાણતા હશો કે મહેતો મારેય નહીં ને ભણાવેય નહીં. આ કહેવત માસ્તર મારેય નહીં ને ભણાવેય નહીં સ્વરૂપે પણ પ્રચલિત છે. શાળાના માસ્તર મહેતાજી તરીકે પણ ઓળખાતા હતા. પહેલાંના સમયમાં નિશાળમાં માસ્તર, મહેતાજી કે શિક્ષક વિદ્યાર્થીઓને મારીને ભણાવતા એનાથી સાવ વિરોધાભાસી આ કહેવત છે. માસ્તર ભણાવવામાં ઢીલા હોય અને વિદ્યાર્થીઓને વશમાં પણ ન રાખી શકતા હોય એને માટે આ કહેવત વપરાય છે. વ્યાપક રીતે કોઈ માણસ સારો દેખાય પણ એનામાં આવડત ન હોય એ અર્થ સૂચવવા આ કહેવત વપરાય છે. 

રિવાજ સંદર્ભની કહેવત મરણમાં રાજિયાને વિવાહમાં ધોળ પણ જાણવા - સમજવા જેવી છે. આ કહેવતમાં મરણ અને વિવાહ વખતના જૂના રિવાજો પ્રતિબિંબિત થાય છે. મરણ વખતે અગાઉ ‘રાજિયા’ નામની પદ્યરચનાઓ ગવાતી અને વિવાહ વખતે વરક્ધયાને પોરસ ચડાવવા ‘ધોળ’ નામે ઓળખાતાં ગીતો ગવાતાં. ‘મોસાળે જમણ ને મા પીરસનાર’ જેવી કહેવત આપણા કૌટુંબિક વ્યવહારનું સૂચન કરે છે. રાજિયો એટલે શોકનાં ગીત, શોક ઉપજાવે એવી હલકનો એક રાગ. એને મરસિયો કે મોકાણ પણ કહેવાય છે. મરસિયા એટલે શોકનું ગીત જે પરજિયા તરીકે પણ ઓળખાય છે. આ કહેવતમાં ધોળનો પણ ઉલ્લેખ આવે છે. ધોળ એટલે સ્ત્રીઓએ મંગળ અવસરે ગાવાનું ગીત. ધોળ ગાવા એટલે  ગીત ગાવાં અથવા વખાણ કરવાં. વ્યંગમાં વાંકું બોલવું પણ કહેવાય છે. એક કહેવત છે નાતરામાં ધોળ નહીં ને ખીચડીમાં ગોળ નહીં. મતલબ કે પ્રસંગને અનુરૂપ પ્રવૃત્તિ. વિવાહનાં ગીત વિવાહમાં જ ગવાય એ વાત પર ભાર મુકવામાં આવ્યો છે. 

સમાજ વ્યવહારનું પ્રતિબિંબ દર્શાવતી એક કહેવત છે સઈનો દીકરો જીવે ત્યાં સુધી સીવે. સઈ એટલે દરજી, મેરાઈ. અસલના વખતમાં પોતાની ગાદી કે વ્યવસાય દીકરો સંભાળે, અપનાવે એવી ઈચ્છા મોટાભાગના બાપુજી રાખતા. 

દરજીનો દીકરો દરજીકામ, લુહારનો દીકરો લુહારીકામ, સોનીનો દીકરો સોનીનું કામકાજ સંભાળી લે એવી પરંપરા હતી. અમુક જાતિઓમાં આજે પણ એ પરંપરા ચાલુ છે. ધંધામાં ચતુરાઈ કે છળ કરતા લોકોમાં સઈનો પણ સમાવેશ હોય છે. હવે તો કપડાં સીવડાવવાની પ્રથા લુપ્ત થવાને આરે છે. જરૂરત કરતા વધુ કાપડની માગણી માટે દરજી જાણીતા છે. એના પરથી કહેવત છે સઈ, સોની ને સાળવી શરમ ન રાખે જાળવી. 

આ ત્રણેય વ્યાવસાયિકો ધંધામાં સેરવી લેવા માટે જાણીતા છે. 

कौटुंबिक म्हणी  

મરાઠીમાં પણ સંબંધોના રૂપકથી જીવનની વાસ્તવિકતા સમજાવતી પારિવારિક કહેવતો જોવા મળે છે. चार दिवस सासूचे, चार दिवस सुनेचे: प्रत्येकाची वेळ कधी ना कधी येतेच. ચાર દિવસ સાસુના તો ચાર દિવસ વહુના. મતલબ કે દરેકનો પોતાનો સમય આવે છે. एक जुनी मराठी म्हण/कडवे आहे: 'रुखवत आले, रुखवत आले दणाणली आळी, पहातात तो अर्धीच पोळी.' याचा अर्थ असा की, जेव्हा खूप गाजावाजा करून (दणाणली आळी - पूर्ण गल्ली गाजवत) एखादी गोष्ट मोठ्या थाटात आली असे वाटते, पण प्रत्यक्षात पाहिल्यास ती अत्यंत नगण्य किंवा अपुरी (अर्धीच पोळी) निघते. અહીં રુખવત શબ્દનો અર્થ થાય છે લગ્નપ્રસંગે કન્યા પક્ષ તરફથી વરપક્ષને આપવામાં આવેલી ભેટ અથવા ખાદ્ય પદાર્થ. દાણાણળી આળી એટલે મહોલ્લો ગાજવી - ઢોલ નગારા પીટી અને અર્ધીચ પોળી એટલે અડધી રોટલી અથવા અપૂરતું કે અપેક્ષા કરતા ઘણું ઓછું કે ઉતરતું. જૂના જમાનાની એક કહેવત છે જેનો અર્થ એવો છે કે ખૂબ ગાઈ વગાડી કે ઢોલ પીટી કોઈ બાબત કે ઘટના ઠાઠ સાથે બની કે આવી હોય એવી લાગણી થાય, પણ હકીકતમાં એ અડધી રોટલીની જેમ નગણ્ય કે અધૂરી જ નીકળે. ગાજ્યા મેઘ વરસે નહીં કે ઠાઠ રાજાના પણ અવસ્થા રંકની જેવી વાત કહેવાય. આવી પરિસ્થિતિમાં આ કહેવત વાપરવામાં આવે છે. अश्याच अर्थाची दूसरी पण म्हण आहे: रुखवत आलं, रुखवत आलं उघडा खिडकी, पाहलं तर फाटकीच फडकी. ही सुद्धा मराठी म्हण/काव्यपंक्ती आहे, जिचा अर्थ मोठा गाजावाजा करणे पण प्रत्यक्षात काहीही नसणे (पोकळ डौल) असा होतो. 'रुखवत' म्हणजे लग्नात नवरीच्या घरून येणारी भेटवस्तू, पण प्रत्यक्षात 'फाटकी फडकी' (फाटकी वस्त्रे) निघाल्यामुळे बाह्यस्वरूपावरून फसगत झाल्याचे सूचित होते. याचा अर्थ असा होतो की खूप गाजावाजा करून काहीतरी आले आहे असे वाटले, खिडकी उघडून पाहिले (आतुरतेने) तर काय, तर फक्त फाटकी फडकी (टाकाऊ वस्तू) निघाली. दोन्ही म्हणी मध्ये साम्य आहे. બંને કહેવતમાં ઘણું સામ્ય છે. ભાવાર્થમાં કોઈ જ ફરક નથી. ફરક છે તો રૂપકમાં. પહેલી કહેવતમાં અપેક્ષાભંગ માટે અડધી રોટલીનું ઉદાહરણ આપવામાં આવ્યું છે જ્યારે બીજીમાં ફાટકી ફડકી - ફાટેલા વસ્ત્ર એટલે કે હલકી ગુણવત્તાની વસ્તુનું ઉદાહરણ આપવામાં આવ્યું છે. અહીં પણ ઢમઢોલ માંહે પોલ જેવો ઘાટ થયો છે.

संबंधों की कहावतें 
Relationship Idioms 

સંબંધોના તાણાવાણા ગૂંથતી, વિવિધ પહેલુઓ પર પ્રકાશ પાડતી કહેવતો હિન્દી અને અંગ્રેજીમાં પણ જોવા મળે છે. નજર નાખશો તો ખ્યાલ આવશે કે ભાષા ભિન્ન છે, પણ એના ભાવાર્થમાં સામ્ય છે. Get off on the wrong foot. આ કહેવત વાંચીને જ કંઈક ગરબડ છે એનો અણસાર તો આવી જ જાય છે. Meaning is when you meet someone for the first time you do or say something to upset them. કોઈ પણ વ્યક્તિને તમે પહેલી વાર મળતા હો ત્યારે તમારા વર્તનથી કે કશુંક અણગમતું બોલી એ વ્યક્તિને નારાજ કરો કે વ્યથિત કરો એ એનો ભાવાર્થ છે. Shalini brought Bhavesh Richard home to meet her parents. He tripped on the carpet and broke their favourite lamp. The relationship got off on the wrong foot. માતાપિતાને મળવા શાલિની ભાવેશને ઘરે લઈ આવી ત્યારે એ ગફલતમાં પડી ગયો અને એમનો ગમતો લેમ્પ તૂટી ગયો. આમ સંબંધની શરૂઆત ખોટી રીતે થઈ. હિન્દીમાં આ જ કહેવત अनुचित ढंग से पेश आना शुरू करना તરીકે પ્રચલિત છે. नए कर्मचारी ने पहले दिन देर से आकर अनुचित ढंग से पेश आना शुरू किया। બીજી કહેવત છે Give someone the cold shoulder. અલબત્ત આ કહેવતને ઠંડી કે ખભા સાથે કોઈ સંબંધ નથી. This means when you deliberately ignore someone because you are upset with them. કોઈ વ્યક્તિ સાથે અણબનાવ હોય ત્યારે મળતી વખતે ઈરાદાપૂર્વક અવગણના કરવી. After misunderstanding Mahesh gave cold shoulder to his colleague and did not talk with him during the day. ગેરસમજ થયા પછી મહેશએ ઓફિસના સહ કર્મચારીની અવગણના કરી અને દિવસ દરમિયાન એની સાથે વાત પણ ન કરી. हिंदी में यह कहावत नजरअंदाज करना, जानबूझकर अनदेखा करना या रूखा व्यवहार करना स्वरुप में मौजूद है। जब कोई व्यक्ति किसी के प्रति उदासीनता दिखाता है और बातचीत करने से बचता है, तो इस मुहावरे का प्रयोग किया जाता है। पार्टी में दोस्तों के रुखा व्यवहार देखकर मनोज व्यथित हो गया. અન્ય અંગ્રેજી કહેવત છે Give someone a hard time. This idiom means Treat someone badly or unfairly, to make someone suffer. કોઈની સાથે ખરાબ કે અજુગતું - અણછાજતું વર્તન કરવું જેને કારણે એ વ્યક્તિ પરેશાન થાય એ આ કહેવતનો ભાવાર્થ છે. My neighbour gave me hard time for not inviting him for the party. પાર્ટીમાં પાડોશીને આમંત્રણ નહોતું આપ્યું એટલે એ મારી સાથે સરખો વ્યવહાર નહોતો કરતો. इस का हिंदी में मुख्य अर्थ किसी को परेशान करना, मुश्किल में डालना या नाक में दम करना है। यह किसी को जानबूझकर कठिनाई या मानसिक परेशानी देने को संदर्भित करता है। शादी की सालगिरह पर तौफा लाना भूल गया इसलिए पत्नी ने परेशान कर दिया।