Thu Apr 30 2026

Logo

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને કારણે ગુજરાત યુનિવર્સિટીની પરીક્ષાઓ મોકૂફ

2026-04-08 16:07:25
Author: pooja shah
Article Image

અમદાવાદઃ ગુજરાતમાં સ્વરાજ સંસ્થાઓની ચૂંટણીની જાહેરાત થઈ ચૂકી છે. 26મી એપ્રિલ અને 28મીએ પરિણામ જાહેર થવાનું છે. આ ચૂંટણીમાં સ્ટાફ અને અધિકારીઓને ફરજ બજાવવાની હોવાથી ગુજરાત યુનવિર્સિટીએ અમુક પરીક્ષાઓ મુલતવી રાખવાની જાહેરાત કરી હતી. 

યુનિવર્સિટીએ શરૂઆતમાં પાંચ તબક્કામાં અંડરગ્રેજ્યુએટ (યુજી) અને અનુસ્નાતક (પીજી) સેમેસ્ટર પરીક્ષાઓનું આયોજન કર્યું હતું. જ્યારે બે તબક્કા પૂર થઈ ગયા છે, ત્યારે બાકીના ત્રણ તબક્કા હવે ફરીથી શેડ્યૂલ કરવામાં આવ્યા હોવાની માહિતી સૂત્રોએ આપી હતી. 

એમએ સેમેસ્ટર 3, બીએ, બીકોમ, બીએસસી, બીબીએ, બીસીએ, અને બીઆરએસ સેમેસ્ટર 4 અને 6, સેમેસ્ટર 2, 4, 6, 8 અને 10, એલએલબી સેમેસ્ટર 2, અને બીએડ સેમેસ્ટર 2 ના સંકલિત અભ્યાસક્રમોની પરીક્ષાઓ હવે 1 મેથી શરૂ થશે.

આ સાથે સેમિસ્ટર-ટુની પોસ્ટ ગ્રજેયુએટ લેવલની એક્ઝામ અને અન્ય ઘણી પરીક્ષાઓ 12 મેના રોજ લેવાશે. એનઈપી હેઠળ વિવિધ યુજી, પીજી અને ડિપ્લોમા અભ્યાસક્રમોને આવરી લેતી પરીક્ષાઓનો અંતિમ તબક્કો 21 મેથી શરૂ થશે.  એકંદરે, પરીક્ષાનું સમયપત્રક લગભગ 15 થી 20 દિવસ પાછળ ધકેલી દેવામાં આવ્યું છે. 

ડિપ્લોમા ટુ ડિગ્રી કોમન એન્ટ્રન્સ ટેસ્ટ (ડીડીસીઈટી) ના સમયપત્રકમાં પણ સુધારો કરવામાં આવ્યો છે. આ પરીક્ષા હવે એક દિવસને બદલે બે તબક્કામાં લેવામાં આવશે. ડિપ્લોમા-ટુ-ડિગ્રી એન્જિનિયરિંગ અભ્યાસક્રમો માટેની પ્રવેશ પરીક્ષા 5 મેના રોજ યોજાશે, જ્યારે ડીટુડી ફાર્મસી પરીક્ષા 9 મેના રોજ યોજાશે.