Fri Jun 19 2026

Logo

ગુજરાતની સ્કૂલોનું કેલેન્ડર જાહેરઃ રવિવાર સિવાય 80 રજા, ક્યારથી પડશે દિવાળી વેકેશન ?

2026-05-08 10:10:00
Author: Mayur Kumar Patel
Article Image

AI Image


ગાંધીનગરઃ ગુજરાતની સ્કૂલોનું કેલન્ડર જાહેર થઈ ગયું છે. રવિવાર સિવાય 80 રજા મળશે. 5 નવેમ્બરથી દિવાળી વેકેશન પડશે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ  દ્વારા શૈક્ષણિક વર્ષ 2026-27 માટે જાહેર કરવામાં આવેલા કેલેન્ડરમાં શાળાના સત્રો, વેકેશન અને પરીક્ષાઓની મુખ્ય તારીખોની રૂપરેખા આપવામાં આવી હતી.

ક્યારથી શરૂ થશે નવું શૈક્ષણિક સત્ર

 કેલેન્ડર મુજબ, નવું શૈક્ષણિક વર્ષ 8 જૂન, 2026 થી શરૂ થશે. પ્રથમ સત્ર 4 નવેમ્બર, 2026 સુધી ચાલશે, જેમાં આશરે 120 દિવસનું શૈક્ષણિક કાર્ય થશે.

ક્યારથી પડશે દિવાળી વેકેશન

વિદ્યાર્થીઓને 5 નવેમ્બર થી 25 નવેમ્બર, 2026 દરમિયાન 21 દિવસનું દિવાળી વેકેશન મળશે. બીજું સત્ર 26 નવેમ્બર, 2026 થી શરૂ થશે અને 2 મે, 2027 (124 દિવસ) સુધી ચાલશે. ઉનાળુ વેકેશન 3 મે થી 6 જૂન, 2027 (35 દિવસ) સુધી નિર્ધારિત કરવામાં આવ્યું છે.

રવિવાર સિવાય 80 રજા

સમગ્ર શૈક્ષણિક વર્ષ દરમિયાન 244 કાર્યકારી દિવસો રહેશે. 21 દિવસ દિવાળી વેકેશન અને 35 દિવસ ઉનાળુ વેકેશન રહેશે. 
20 દિવસ જાહેર રજાઓ, 4 દિવસ સ્થાનિક રજાઓ રહેશે. રવિવાર સિવાય કુલ કુલ 80 રજાઓ રહેશે.  ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષાઓ 25 ફેબ્રુઆરી, 2027 થી શરૂ થશે અને 17 માર્ચ, 2027 ના રોજ પૂર્ણ થશે.

પરીક્ષાની તારીખો પણ થઈ જાહેર

ધો9 થી 12ની પ્રથમ કસોટી 22 ઓક્ટોબર થી 2 નવેમ્બર, 2026 અને ધો. 10 થી 12ની પ્રિલિમિનરી પરીક્ષા 18 જાન્યુઆરી થી 28 જાન્યુઆરી, 2027 દરમિયાન યોજાશે. શાળા કક્ષાએ બોર્ડના વિષયોની પરીક્ષા 1 થી 3 ફેબ્રુઆરી, 2027, ધો. 12 વિજ્ઞાન પ્રવાહની પ્રાયોગિક પરીક્ષા  5 ફેબ્રુઆરી થી 13 ફેબ્રુઆરી, 2027, ધો 9 અને 11ની શાળા કક્ષાની વાર્ષિક પરીક્ષા  5 એપ્રિલ થી 20 એપ્રિલ, 2027 સુધી યોજાશે.

બોર્ડે શાળાઓને નિર્ધારિત શૈક્ષણિક દિવસોમાં અભ્યાસક્રમ પૂર્ણ કરવા અને આંતરિક તથા પ્રાયોગિક પરીક્ષાઓ સમયસર લેવા સૂચના આપવામાં આવી હતી.