Fri Sep 04 2026

Logo

ગુજરાતમાં સિઝનનો 69 ટકા વરસાદ વરસ્યો છતાં આ બે તાલુકા કોરા

2026-08-03 08:37:00
Author: Mayur Patel
ગુજરાતમાં સિઝનનો 69 ટકા વરસાદ વરસ્યો છતાં આ બે તાલુકા કોરા

Ai Image


અમદાવાદઃ સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા મુજબ રાજ્યમાં સિઝનનો સરેરાશ 69.36 ટકા વરસાદ વરસ્યો છે. જોકે તેમ છતાં બે તાલુકા કોરા છે.

કચ્છમાં 29.05 ટકા, ઉત્તર ગુજરાતમાં 51.16 ટકા, પૂર્વ મધ્યમાં 65.75 ટકા, સૌરાષ્ટ્રમાં 54.47 ટકા તથા દક્ષિણ ગુજરાતમાં 95.74 ટકા વરસાદ નોંધાયો છે. રાજ્યમાં સિઝનનો સરેરાશ 69.36 ટકા વરસાદ વરસ્યો હોવા છતાં  દેવભૂમિ દ્વારકા જિલ્લામાં માત્ર 6.24 ટકા જ વરસાદ વરસ્યો છે. દ્વારકા તાલુકમાં 2.28 ટકા અને કલ્યાણપુરમાં 3.21 ટકા વરસાદ પડ્યો છે. જ્યારે ભાણવાડમાં 9.37 ટકા અને ખંભાળીયામાં 9.43 ટકા વરસાદ નોંધાયો છે. આ સિવાય પોરબંદરમાં પણ 9.09 ટકા વરસાદ વરસ્યો છે. આ સિવાય રાજ્યના એક પણ તાલુકામાં 10 ટકાથી ઓછો વરસાદ નોંધાયો નથી.

આ તાલુકાઓમાં 100 ટકાથી વધુ વરસાદ

રાધનપુર 103.05 ટકા, સાંતલપુર  117.37 ટકા, ભાભર 104.31 ટકા, દીયોદર 112.86 ટકા, કડી 116.84 ટકા, ધોળકા 106.48 ટકા, માંડલ 108 ટકા, વિરમગામ 118.87 ટકા, ખેડા 102.17 ટકા, મહેમદાબાદ 137.72 ટકા, માતર 112.70 ટકા, વસો 121.82 ટકા,સોજીત્રા 115.83 ટકા, તારાપુર 101.83 ટકા, માંગરોળ (જૂનાગઢ) 109.74 ટકા, અંકલેશ્વર 100.12 ટકા, નેત્રંગ 142.91 ટકા, વાલોડ 114.72 ટકા, ડોલવણ 125.92 ટકા,  અંબિકા 151.36 ટકા, બારડોલી 112.05 ટકા, કામરેજ 119.38 ટકા, માંગરોળ 114.60 ટકા, પલસાણા138.76 ટકા, સુરત શહેર  109.50 ટકા, ઉમરપાડા 108.91 ટકા, ચીખલી 126.21 ટકા, ગણદેવી 101.90 ટકા, જલાલપોર 100.63 ટકા, ખેરગામ 126.25 ટકા, નવસારી 104.76 ટકા, વાંસદા 121.01 ટકા, કપરાડા 110.38 ટકા, નાનાપોંઢા 105.26, પારડી 108.55 ટકા, ઉમરગામ 128.58 ટકા, વલસાડ 110.61 ટકા

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કેટલો વરસાદ પડ્યો

સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર, ગાંધીનગર મુજબ આજે સવારે 6 કલાકે પૂરા થયેલા છેલ્લા 24 કલાકમાં રાજ્યના 226 તાલુકામાં વરસાદ પડ્યો હતો.રાજકોટમાં સૌથી વધુ 2.72 ઇંચ, વલસાડના કપરાડામાં 1.73 ઇંચ, રાજકોટના પડધરીમાં 1.50 ઇંચ, વાવ થરાદના દીયોદરમાં 1.46 ઇંચ, વલસાડના નાનાપોંઢામાં 1.34 ઇંચ, અરવલ્લીના મોડાસામાં 1.22 ઇંચ, કચ્છના મુન્દ્રામાં 1.06 ઇંચ તથા સુરતના અંબિકામાં 1.06 ઇંચ વરસાદ પડ્યો હતો. આ સિવાય એક પણ તાલુકામાં એક ઇંચથી વધુ વરસાદ નોંધાયો હતો.

હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં સાર્વત્રિક વરસાદની આગાહી કરવામાં આવી છે.  સૌરાષ્ટ્ર,કચ્છમાં હળવા વરસાદની આગાહી છે. જ્યારે દક્ષિણ  ગુજરાત, મધ્ય ગુજરાતમાં સામાન્ય વરસાદ રહેશે. ઉત્તર ગુજરાતમાં ગાજવીજ સાથે વરસાદ રહેશે. માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે.