મુંબઈ: ગુજરાતમાં સ્ટેચ્યૂ ઓફ યુનિટી નજીક કેવડીયા કોલોની(એકતા નગર)માં 22 સપ્ટેમ્બરના રોજ 72માં નેશનલ ફિલ્મ એવોર્ડસનું આયોજન કરવામાં આવ્યું છે. જેને લઇને વિરોધનો સૂર ઉઠ્યો છે. આ અંગે ફિલ્મ 'પાર્ઝાનિયા' નિર્માતા રાહુલ ધોળકિયાએ દિલ્હી બહાર યોજાનારા સમારોહ અંગે સોશિયલ મીડિયા પર સવાલ કર્યા છે.
I have no particular love lost for Delhi hosting the National Film Awards, but I question the shift to Gujarat. Why Gujarat? Why are you are breaking the tradition of presenting the award in another city/ state- then why not give that honor to a state that has contributed to…
— rahul dholakia (@rahuldholakia) September 8, 2026
સિનેમા સમૃદ્ધ રાજ્યોને અવગણવાનો આરોપ
રાહુલ ધોળકિયાએ જણાવ્યું હતું કે, ગુજરાતનું મુખ્ય ફિલ્મ હબ અમદાવાદ છે જ્યારે આ સમારોહ સ્ટેચ્યુ ઑફ યુનિટી નજીક કેવડિયા ખાતે યોજાઈ રહ્યો છે. તેમણે અન્ય સિનેમા સમૃદ્ધ રાજ્યોને અવગણવાનો પણ આરોપ લગાવ્યો હતો. તેમણે કહ્યું કે ભારતીય સિનેમામાં ઐતિહાસિક યોગદાન આપનાર અન્ય રાજ્યો જેમ કે મહારાષ્ટ્ર, કેરળ, તમિલનાડુ કે હૈદરાબાદની પસદંગી કરવામાં કેમ ના આવી.
'આર્ટિકલ 370' શ્રેષ્ઠ ફીચર ફિલ્મ જાહેર
ઉલ્લેખનીય છે કે, ભારતના રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મુ દ્વારા 22 સપ્ટેમ્બરના રોજ આપવામાં આવનારા આ ઍવૉર્ડ્સમાં આદિત્ય સુહાસ જાંભલેની 2024ની ફિલ્મ 'આર્ટિકલ 370' ને શ્રેષ્ઠ ફીચર ફિલ્મ જાહેર કરવામાં આવી છે. જ્યારે યામી ગૌતમને શ્રેષ્ઠ અભિનેત્રીનો ઍવૉર્ડ મળ્યો છે.
રણદીપ હુડાને શ્રેષ્ઠ ડેબ્યુ ડિરેક્ટરનો એવોર્ડ
જ્યારે બેસ્ટ એક્ટરનો ઍવૉર્ડ મલયાલમ સુપરસ્ટાર મમ્મુટી અને કાર્તિક આર્યન વચ્ચે વહેંચવામાં આવ્યો છે. આ ઉપરાંત રણદીપ હુડાને શ્રેષ્ઠ ડેબ્યુ ડિરેક્ટર અને 'કલ્કી 2898 AD'ને શ્રેષ્ઠ મનોરંજન આપતી લોકપ્રિય ફિલ્મ તરીકે પસંદ કરવામાં આવી છે.