ગાંધીનગરઃ ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા બિન હથિયારી પોલીસ સબ ઈન્સ્પેક્ટરનું આખરી પરિણામ જાહેર કરવામાં આવ્યું હતું. બિન હથિયારી પોલીસ સબ ઈન્સ્પેક્ટરની ગઈ વર્ષે યોજાયેલી પરીક્ષાનું પરિણામ સત્તાવાર વેબસાઈટ પર જાહેર કરવામાં આવ્યું હતું. PSIની 472 જગ્યાઓની આખરી યાદી તથા 95 ઉમેદવારોની પ્રતીક્ષા યાદી જાહેર કરાઈ હતી.
95 ઉમેદવારોનું વેઈટિંગ લિસ્ટ પણ જાહેર
મળતી માહિતી મુજબ, ગુજરાત પોલીસ ભરતી બોર્ડ વર્ષ 2024-25માં જાહેરાત ક્રમાંક GPRB/202324/1 અન્વયે બિન હથિયારી PSIની કુલ 472 જગ્યાઓ માટે ભરતી પ્રક્રિયા હાથ ધરી હતી. જેમાં શારીરિક કસોટી, લેખિત પરિક્ષા અને બાદમાં દસ્તાવેજી પ્રક્રિયા પણ પૂર્ણ કરી ચૂકેલા કુલ 472 ઉમેદવારોની ફાઇનલ પસંદગી માટેની યાદી જાહેર કરવામાં આવી હતી. આ ઉપરાંત ભરતીમાં 95 ઉમેદવારોની વેઇટિંગ યાદી પણ પસંદગી મંડળ દ્વારા પ્રસિદ્ધ કરવામાં આવી હતી.

2025માં શરૂ થઈ હતી ભરતી પ્રક્રિયા
PSI ભરતી પ્રક્રિયાની શરૂઆત વર્ષ 2025માં થઈ હતી. શારીરિક કસોટી જાન્યુઆરી-ફેબ્રુઆરી 2025માં યોજાઈ હતી. જે શારીરિક કસોટીમાં 4,60,000 જેટલા અંદાજિત ઉમેદવારોએ ભાગ લીધો હતો. આ શારીરિક કસોટીમાં પાસ થયેલા1 લાખથી વધુ ઉમેદવારો માટે13 એપ્રિલ 2025ના રોજ 300 ગુણની લેખિત પરીક્ષા યોજાઈ હતી.
પેપર 1માં 200 માર્કસના MCQs અને પેપર 2માં 100 માર્ક્સની સબ્જેક્ટિલ લેખીત પરીક્ષા એક કુલ 300 માર્ક્સની લેખીત પરિક્ષામાં પાસ થયેલા ઉમેદવારોની દસ્તાવેજ ચકાસણીની પ્રક્રિયા પસંદગી મંડળ દ્વારા હાથ ધરવામાં આવી હતી. જેઓએ લેખિત પરીક્ષાના પાસ કરી હતી તેવા 1025 ઉમેદવારોની દસ્તાવેજ ચકાસણી ફેબ્રુઆરી 2026 દરમિયાન કરવામાં આવી હતી.
23 ફેબ્રુઆરી 2026ના રોજ કામચલાઉ પરિણામ જાહેર થયા હતા અને જેમાં મળેલી સુધારા વધારાની રજૂઆતોને ધ્યાને લઈને આજે ફાઇનલ લિસ્ટ તૈયાર કરવામાં આવ્યું હતું.