Mon Jul 27 2026

Logo

ગુજરાતમાં આજે ક્યા જિલ્લામાં છે રેડ એલર્ટ, જાણો તમારા જિલ્લાની સ્થિતિ

2026-07-25 08:48:00
Author: Mayur Patel
Article Image

અમદાવાદઃ ગુજરાતમાં છેલ્લા બે દિવસથી મેઘરાજા ધમાકેદાર બેટિંગ કરી રહ્યા છે. રાજ્યમાં સતત પડી રહેલા વરસાદને કામે જનજીવન અસ્ત વ્યસ્ત થઈ ગયું છે. દક્ષિણ ગુજરાત, ઉત્તર ગુજરાત અને અમદાવાદમાં ભારે વરસાદના કારણે પૂર જેવો માહોલ સર્જાયો હતો. રાજ્યમાં આજે પણ કેટલાક જિલ્લામાં ભારે વરસાદનું રેડ એલર્ટ આપવામાં આવ્યું છે.

કયા જિલ્લામાં છે રેડ એલર્ટ
હવામાન વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલા ચાર્ટ મુજબ. સુરેન્દ્રનગર, મહેસાણા, ગાંધીનગર, ખેડા, મહીસાગર, અરલ્લી, સાબરકાંઠામાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે.

આ જિલ્લામાં છે ઓરેન્જ એલર્ટ
અમદાવાદ, મોરબી, રાજકોટ, અમરેલી, ભાવનગર, બોટાદ, આણંદ, ભરૂચ, વડોદરા, પંચમહાલ, દાહોદ, છોટાઉદેપુર, વાવ થરાદ, પાટણ, બનાસકાંઠામાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે.

આ જિલ્લામાં યલો એલર્ટ
કચ્છ, જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, સુરત, નવસારી,તાપી, નર્મદા, ડાંગ, દમણ, વલસાડ, દાદરા અને નગર હવેલીમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે.

અંબાલાલ પટેલે શું કરી છે આગાહી
રાજ્યના જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ મુજબ, આજે રાજ્યમાં વરસાદી સિસ્ટમ સક્રિય રહેશે. આવતીકાલથી વરસાદની સિસ્ટમ ધીમે ધીમે નબળી પડવાની શક્યતા છે. ઉત્તર અને મધ્ય ગુજરાતમાં 26 - 27 જુલાઈ વરસાદી માહોલ યથાવત રહેશે. ઉત્તર ગુજરાતના કેટલાક ભાગોમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા હોવાથી નદીઓમાં પૂર જેવી સ્થિતિ પણ બની શકે છે. અમદાવાદ અને ગાંધીનગરમાં પણ હળવાથી ભારે વરસાદની શક્યતા છે. મધ્ય ગુજરાતના વિસ્તારોમાં પણ વરસાદી માહોલ રહેવાની સંભાવના છે. મધ્ય પ્રદેશમાં ભારે વરસાદના કારણે નર્મદા નદીમાં પાણીની આવક વધવાની શક્યતા છે. જેના કારણે નર્મદા બંધના જળસ્તરમાં પણ વધારો થઈ શકે છે.