Mon Jun 08 2026

Logo

ગુજરાતના કચ્છમાં 6 રસ્તાઓના ફોરલેન બનાવવા રૂપિયા 629 કરોડ મંજૂર, કનેક્ટિવિટી વધશે

2026-06-08 18:39:51
Author: Chandrakant Kanoja
Article Image

ગાંધીનગર : ગુજરાતમાં સતત રોડ નેટવર્કને મજબૂત બનાવવામાં આવી રહ્યું છે. જેમાં ભાગરૂપે અતિ મહત્વના માર્ગોને ફોરલેન તરીકે વિકસાવવામાં આવી રહ્યા છે. આ સંદર્ભમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કચ્છ જિલ્લાના 6 રસ્તાઓના ફોરલેન બનાવવા  માટે રૂપિયા  629 કરોડ મંજૂર કર્યા છે.

ગ્રામીણ વિસ્તારોને સુદ્રઢ રોડ કનેક્ટિવિટી મળશે 

જેમાં મુન્દ્રા લુણી વડાલા રોડના 4.1 કિ.મી , દેશલપર સીરચા રોડ 5.1 કિ.મી., મુન્દ્રા ઝરપરા કાંડગરા ધ્રબ અને ઝરપરા ગામના બાયપાસ રોડના 5.5 કિ.મી., નાવીનલ ગામના બાયપાસ રોડના ૩.૩ કિ.મી, મોટા કાંડગરા ગામના 4.5 કિ.મી., અને મુન્દ્રા ઝરપરા કાંડગરા રોડ ચે. 19થી 39 ના 20 કિ.મી.નો સમાવેશ થાય છે. જેમાં રોડને પહોળો કરવો અને સુવિધાયુક્ત બનાવવાનો સમાવેશ થાય છે. 

ભારે વાહનો ઝડપથી અને સુરક્ષિત માલ પરિવન કરી શકશે

આ ફોરલેન માર્ગો બનવાના પરિણામે ગ્રામજનો માટે મહર્વપૂર્ણ અને સુવિધાયુક્ત બની રહેશે. એટલુ જ નહિ, બાયપાસ બનવાથી મુન્દ્રા પોર્ટ અને આસપાસના નાના-મોટા ઈન્ડસ્ટ્રીયલ કોમર્શીયલ વિસ્તારોમાં અવર-જવર કરતા ભારે વાહનો ઝડપથી અને સુરક્ષિત માલ પરિવન કરી શકશે. આ માર્ગોના વિકાસ થતાં કચ્છમાં પ્રવાસન ક્ષેત્રને પણ વધુ બળ મળશે અને લોકોનું ઈઝ ઓફ લિવિંગ પણ વધશે.