અમદાવાદઃ દેશના પાંચ રાજ્યોમાં 15 મી માર્ચથી વિધાનસભાની ચૂંટણીની જાહેરાત થઈ ગયા પછી ટ્રાન્સફર અને પોસ્ટિંગ ની પ્રક્રિયા ઉપર બ્રેક વાગી ગઈ છે ખાસ કરીને કસ્ટમ સેન્ટ્રલ જીએસટી સર્વિસ ટેક્સ સર્વિસ ટેક્સ ઓડિટ અને ઇન્કમટેક્સ વિભાગમાંથી ઇલેક્શનમાં ઓબ્ઝર્વર તરીકે જતા આઈઆરએસ અધિકારીઓ ને ફરજ પર મૂક્યા હોવાથી હાલ એક મહિના માટે સમગ્ર પ્રક્રિયા ઉપર બ્રેક વાગી ગઈ છે, તેમ સૂત્રોએ જણાવ્યું હતું.
સામાન્ય રીતે માર્ચ મહિનો પૂરો થઈ ગયા પછી એપ્રિલ અને મે મહિનામાં દેશભરમાં આઈઆરએસ અધિકારીઓના ટ્રાન્સફર પ્રમોશન થતા હોય છે, ત્યારબાદ આઈઆરએસ અધિકારીઓ તેમની નીચેના અધિકારીઓના પોસ્ટિંગ કરતા હોય છે પરંતુ દેશના પાંચ રાજ્યો આસામ કેરાલા તામિલનાડુ પશ્ચિમ બંગાળ અને પોંડીચેરીના યુનિયન ટેરીટરી માં વિધાનસભાની ચૂંટણીઓ ની તારીખો ની જાહેરાત થઈ જતા મોટાભાગના આઈઆરએસ અધિકારીઓને ઇલેક્શન ડ્યુટી સોંપવામાં આવી છે અને ગમે તે ઘડીએ અન્ય આઈઆરએસ અધિકારીઓને પણ ચૂંટણી કામગીરી માટે મોકલવામાં આવે તેવી ગણતરીઓ હોવાને કારણે હાલ એક મહિના માટે ટ્રાન્સફર અને પોસ્ટિંગ અટકી ગયા છે.
ટ્રાન્સફર પોસ્ટિંગ ની કામગીરી પૂર્ણ થયા પછી જ બધા અધિકારીઓ જુલાઈ અને ઓગસ્ટમાં તેમની કામગીરી કરી શકતા હોય છે. ગુજરાતમાં અમદાવાદના કસ્ટમ કમિશનર શિવકુમાર શર્માને પ્રિન્સિપલ ચીફ કમિશનરનું પ્રમોશન મળી ગયું છે. હવે તેમના સ્થાને નવા કમિશનર મૂકવાના છે. આ ઉપરાંત ડાયરેક્ટર જનરલ ઓફ સેન્ટ્રલ ઇન્ટેલિજન્સ(ડીજીજીઆઈ)માં અમદાવાદ ઝોનલ યુનિટમાં ફરજ બજાવતા રમેશચંદ્ર ઉપરાંત અમદાવાદ કસ્ટમમાં ફરજ બજાવતા પ્રિન્સિપલ ચીફ કમિશનર ની જગ્યાએ નવા ચીફ કમિશનરની નિમણૂક થવાની બાકી છે
સામાન્ય રીતે ઇલેક્શન ડ્યુટીમાં ઈડી, ડીઆરઆઈ, ડીજીજીઆઈના અધિકારીઓને જવાબદારી સોંપવામાં આવતી નથી, તેમ છતાં આચારસંહિતાને કારણે દેશભરમાં અરસપરસ બદલીના હુકમો થઈ શકે એમ નથી. માત્ર અમદાવાદમાં જ નહીં રાજકોટ, વડોદરા, સુરત, જામનગર, કચ્છ, કંડલામાં ફરજ બજાવતા એડિશનલ કમિશનર, જોઈન્ટ કમિશનર અને ડેપ્યુટી કમિશનર કક્ષાના અધિકારીઓના બદલી અને પ્રમોશનના લિસ્ટ તૈયાર કરી દેવામાં આવ્યા છે પરંતુ હવે આચાર સંહિતા પૂર્ણ થયા પછી જ બદલીના ઓર્ડરો કરવામાં આવશે ત્યાં સુધી તમામ અધિકારીઓએ રાહ જોવી પડે એમ છે, તેવી માહિતી સૂત્રોએ આપી હતી.