ગાંધીનગરઃ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પૂરી થયા બાદ ગુજરાતમાં બદલી-બઢતી શરૂ થઈ છે. કલાસ-2ના 36 સેક્શન અધિકારીઓની બદલી તથા 81 નાયબ સેક્શન અધિકારીઓને બઢતી આપવામાં આવ્યા બાદ ક્લાસ-1ના 27 અધિકારીની બદલી થઈ હતી. જ્યારે કલાક-2ના 9 અધિકારીને પ્રમોશન આપી ડેપ્યુટી કલેકટર બનાવાયા હતા.
ક્યા 9 ક્લાસ-2 અધિકારીને પ્રમોશન આપી બનાવાયા ડેપ્યુટી કલેક્ટર
પી. એફ. પટેલ
એસ. આર. બારીયા
એ. એન. શર્મા
એન. એસ. પારિતોષ
કુમારી પી. કે. મોઢવાડિયા
પી. આર. સંગદા
પી. એસ. ભુરિયા
કુમારી ટી. સી. પટેલ
વાય. પી. ગઢવી
ક્યા 27 ક્લાસ-1 અધિકારીની બદલી
ગુજરાત વહીવટી સેવા (જુનિયર સ્કેલ), વર્ગ-1 સંવર્ગના અધિકારીઓની જાહેર હિતમાં તાત્કાલિક અસરથી બદલી અને નિમણૂક કરવામાં આવી હતી. જેમાં વિવિધ જિલ્લાના નાયબ જિલ્લા ચૂંટણી અધિકારીઓ, સ્ટેમ્પ ડ્યુટી નાયબ કલેક્ટરો અને જિલ્લા પુરવઠા અધિકારીઓ સહિત કુલ 27 વરિષ્ઠ અધિકારીઓની બદલી કરવામાં આવી હતી.
આ અધિકારીઓમાં મહેન્દ્ર દેસાઈ, હેતલ વસાવા, જેમિની ગઢીયા, સી આર સુથાર, અર્શી એસ હાશ્મી, સી. એ. રાવલ, અમિત પરમાર, ડૉ. નીતિ ચરણ, ડી પી શાહ, જે એ ચૌહાણ, જે ડી જાડેજા, કે એચ વાઘેલા, એમ એચ જસપુરીયા, રોનક આર કપૂર, ટી બી ત્રિવેદી, એસ આર ત્રિવેદી, જીનેશ મહેતા, સી વી ચૌધરી, સી આર નિમાવત, ડી કે ધ્રુવ, યુ વી કાનાણી, ડી વી ગામીત, એલ આર ચૌધરી, મનિષ પી પટેલ, એચ વી ચાવડા, જી એ જીવાણી, કે એમ રાણાનો સમાવેશ થાય છે.