Thu Jul 23 2026

Logo

ગુજરાત કેડરના 13 ક્લાસ-1 અધિકારીઓની બદલી, જાણો કોને ક્યાં મુકાયા

2026-07-21 14:09:00
Author: Mayur Patel
Article Image

ગાંધીનગરઃ ગુજરાતમાં અધિકારીની બદલીનો દૌર શરૂ થયો છે. 28 IAS અધિકારીઓની બદલી બાદ GAS કેડરના 13 કલાસ-1 અધિકારીઓની બદલી કરવામાં આવી હતી.

વી. કે. પટેલની રજિસ્ટ્રાર, ગુજરાત રાજ્ય ગ્રાહક વિવાદ રેડ્રેસલ કમિશન, અમદાવાદ થી એક્ઝિક્યુટિવ ડિરેક્ટર, GIDC, ગાંધીનગર ખાતે બદલી કરાઈ હતી. એ. કે. પ્રજાપતિ, MD, GRIMCO, ગાંધીનગરથી નિયામક, DRDA, અરવલ્લી-મોડાસા ખાતે બદલી કરવામાં આવી હતી. ડી. એન. સતાણીની અધિક કલેક્ટર, નગરપાલિકા કમિશનર કચેરી, ભાવનગરથી સંયુક્ત નિયામક, પુરવઠા નિયામક કચેરી, ગાંધીનગર ખાતે બદલી કરાઈ હતી.

જી. વી. મિયાણીની રાજકોટ શહેરી વિકાસ સત્તામંડળ CEO પદેથી સચિવ,ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ, ગાંધીનગર ખાતે બદલી કરાઈ હતી. વાય. એસ. ચૌધરીની નિયામક, DRDA, નર્મદા-રાજપીપળાથી સંયુક્ત MD, ગુજરાત ટૂરિઝમ કોર્પોરેશન, ગાંધીનગર ખાતે બદલી થઈ હતી. એ. કે. કલસરીયાની નિયામક, DRDA, વલસાડથી OSD, ભૂસ્તરશાસ્ત્ર અને ખનન કમિશનર કચેરી, ગાંધીનગર ખાતે બદલી કરવામાં આવી હતી.

કુમારી એમ. આર. પ્રજાપતિની OSD, ગુજરાત મેરિટાઇમ બોર્ડ થી સચિવ, સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત, ગાંધીનગર ખાતે, કે. એસ. ડાભીની GM, GSRTC, અમદાવાદથી રેસિડેન્ટ એડિશનલ કલેક્ટર, વલસાડ ખાતે, ડી. એમ. ગોહિલની રેસિડેન્ટ એડિશનલ કલેક્ટર, અમરેલીથી પ્રાદેશિક સંયુક્ત કમિશનર, વિશ્લેષણ સમિતિ, સુરત ખાતે, એ. એ. ડોડિયાની નાયબ નિયામક, SPIPA, અમદાવાદથી રેસિડેન્ટ એડિશનલ કલેક્ટર, અમરેલી ખાતે બદલી કરવામાં આવી હતી.

પી. સી. દવેની OSD, વાહનવ્યવહાર કમિશનર કચેરીથી નાયબ મ્યુનિસિપલ કમિશનર, ગાંધીનગર મહાનગરપાલિકા ખાતે, બી. આર. આહીરનીનાયબ મ્યુનિસિપલ કમિશનર, ગાંધીનગર મહાનગરપાલિકાથી OSD, વાહનવ્યવહાર કમિશનર કચેરી, ગાંધીનગર ખાતે, કુમારી કે. બી. પટેલની નિયામક, CM હેલ્પલાઇન કો-ઓર્ડિનેશન યુનિટથી અધિક નિયામક, ભૂસ્તરશાસ્ત્ર અને ખનન કમિશનર કચેરી, ગાંધીનગર ખાતે બદલી કરવામાં આવી હતી.