Mon Sep 07 2026

Logo

ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી પૂર્વે ભાજપના સંગઠનને મજબૂત કરવા પ્રયાસો, પ્રભારી તરુણ ચુગની અધ્યક્ષતામાં  બેઠક

2026-09-03 17:43:39
Author: Chandrakant Kanoja
ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી પૂર્વે ભાજપના સંગઠનને મજબૂત કરવા પ્રયાસો, પ્રભારી તરુણ ચુગની અધ્યક્ષતામાં  બેઠક

ગાંધીનગર : ગુજરાતમાં વર્ષ 2027માં યોજાનારી વિધાનસભા ચૂંટણી પૂર્વે ભાજપ દ્વારા સંગઠનને મજબૂત કરવાના પ્રયાસો શરૂ કરવામાં આવ્યા છે. જેના ભાગરુપે  પ્રદેશ ભાજપના પ્રભારી તરુણ ચુગની અધ્યક્ષતામાં જિલ્લા પ્રમુખો અને જિલ્લા પ્રભારીઓ સાથે મહત્વપૂર્ણ બેઠક યોજાઈ રહી છે. 

જિલ્લા ભાજપના પ્રભારીઓ સાથે બેઠક 

આ અંગે ભાજપના મહામંત્રી ડો. પ્રશાંત કોરાટે મીડિયાને જણાવ્યું હતું કે, કમલમ ખાતે પ્રદેશ પ્રભારી તરુણ ચુગની અધ્યક્ષતામાં વિવિધ બેઠકોનું આયોજન કરવામાં આવ્યું છે. તેમાં જિલ્લા ભાજપના પ્રભારીઓ સાથે બેઠક યોજાઈ રહી છે, જેમાં સંગઠનની કામગીરી અંગે વિગતવાર ચર્ચા કરવામાં આવશે.

વિવિધ મોરચાના અધ્યક્ષો સાથે પણ બેઠક

આ બેઠક દરમિયાન જિલ્લા અને મહાનગરોમાં પાર્ટીની કામગીરી અંગે પ્રભારીઓ પાસેથી રિવ્યૂ લેવામાં આવશે. તેમજ સંગઠનને વધુ મજબૂત બનાવવા અંગે પણ ચર્ચા થવાની છે.આ ઉપરાંત પ્રદેશ ભાજપના વિવિધ મોરચાના અધ્યક્ષો સાથે પણ બેઠક યોજાશે.