Mon Oct 05 2026

Logo

ગુજરાત શૈક્ષણિક સાંસ્કૃતિક મંચ દ્વારા શ્રેષ્ઠ શિક્ષક અને લાઈફ ટાઈમ એવોર્ડ જાહેર

2026-03-07 12:15:00
Author: Mayur Patel
ગુજરાત શૈક્ષણિક સાંસ્કૃતિક મંચ દ્વારા શ્રેષ્ઠ શિક્ષક અને લાઈફ ટાઈમ એવોર્ડ જાહેર

ભાવનગરઃ ગુજરાત શૈક્ષણિક સાંસ્કૃતિક મંચ દ્વારા દર શ્રેષ્ઠ શિક્ષક અને લાઈફ ટાઈમ એવોર્ડ જાહેર કરવામાં આવ્યા હતા. શિક્ષકોનું રોકડ રકમ,સુત્રમાલા અને સન્માનપત્રથી અભિવાદન  કરવામાં આવશે. માગંરોળના પ્રાધ્યાપક  પ્રશાંતભાઈ ચ્હાવાલાને લાઈફ ટાઈમ એચિવમેન્ટ એવોર્ડ મળશે.આ ઉપરાંત કુલ 4 શિક્ષક ભાઈ બહેનોને ફોરમ શ્રેષ્ઠ શિક્ષક એવોર્ડ એનાયત થશે.

 

જેમાં (1) સુશ્રી મમતાબેન જોશી મ.શિ શ્રીમતી યુ. પી. વ્યાસ કન્યા વિદ્યાલય જોડિયા જિ. જામનગર (2)  ડો. કિરીટભાઈ ડી.ચૌહાણ મ.શિક્ષક સારસા કુમાર શાળા,તા. આણંદ, જિ. આણંદ. (3) બોરીચા દેવકુબેન દાદભાઈ મ.શિક્ષક શ્રી વી.પી.શાહ અને બી.આર.શાહ પ્રા.શાળા વીરનગર જિ રાજકોટ  તથા (4) પરેશભાઈ હિરાણી મ.શિ પરવડી કેન્દ્રવર્તી શાળા તા ગારિયાધાર જિ. ભાવનગરનો સમાવેશ થાય છે. આ તમામ એવોર્ડ શિક્ષણવિદ્ સ્વશ્રી આલાબાપુ સાંડસુરની સ્મૃતિમાં એનાયત થશે.