Tue Sep 08 2026

Logo

બેવડી ઋતુની અસર હૉસ્પિટલોમાં દેખાઈ, વાયરલ ઇન્ફેક્શનમાં ઉછાળો...

2026-02-18 19:47:44
Author: pooja shah
બેવડી ઋતુની અસર હૉસ્પિટલોમાં દેખાઈ, વાયરલ ઇન્ફેક્શનમાં ઉછાળો...

અમદાવાદઃ અમદાવાદ સહિત ગુજરાતભરમાં બેવડી ઋતુ અનુભવાઈ રહી છે. સવારે અને મોડી રાત્રે ઠંડી અને બપોરે ગરમીની અસર હૉસ્પિટલોમાં દેખાઈ રહી છે. અમદાવાદની જ વાત કરીએ તો મોટાભાગની સરકારી અને ખાનગી હૉસ્પિટલોમાં દરદીઓ ઉભરાઈ રહ્યા છે. 

અમદાવાદ શહેરમાં છેલ્લા કેટલાક દિવસોથી બદલાતા વાતાવરણ અને મિશ્ર ઋતુને કારણે મચ્છરજન્ય અને પાણીજન્ય રોગચાળાએ માથું ઊંચક્યું છે. શહેરની વિવિધ સરકારી અને ખાનગી હોસ્પિટલોમાં દર્દીઓની લાંબી કતારો જોવા મળી રહી છે, જેમાં ખાસ કરીને વાયરલ ઇન્ફેક્શન અને ડેન્ગ્યુના કેસોમાં મોટો ઉછાળો નોંધાયો છે. 

આરોગ્ય વિભાગે આપેલા આંકડા અનુસાર છેલ્લા એક જ અઠવાડિયામાં અમદાવાદની સરકારી હૉસ્પિટલોમાં કુલ 14,746 ઓપીડી નોંધાઈ હતી. વાયરલ ઈન્ફેક્શનના 60 જેટલા દરદીઓ છે. જ્યારે ડેંગ્ન્યુના દરદીઓ 68 છે. આ બધા હાલમાં હૉસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે. મેલેરિયાના સૌથી વધુ 597 દરદી સારવાર લઈ રહ્યા છે. આ સાથે ટાઈફોઈડના 4 દરદી નોંધાયા હતા. 
બેવડી ઋતુ સહિતના કારણોને લીધે બાળકો પર બીમાર થઈ રહ્યા છે.