Mon Sep 14 2026

Logo

ગુજરાતના સીએમ ભૂપેન્દ્ર પટેલે ઈંધણની સ્થિતીની સમીક્ષા કરી, કહ્યું રાજ્યમાં પૂરતો પૂરવઠો

2026-03-24 20:39:00
Author: Chandrakant Kanoja
ગુજરાતના સીએમ ભૂપેન્દ્ર પટેલે ઈંધણની સ્થિતીની સમીક્ષા કરી, કહ્યું રાજ્યમાં પૂરતો પૂરવઠો

ગાંધીનગર : ગુજરાતમાં છેલ્લા બે દિવસથી  પેટ્રોલ -ડીઝલની અછતની અફવા વચ્ચે અમદાવાદ સહિત અનેક શહેરોમાં લોકો પેટ્રોલ પંપ પર લાંબી લાઇનો લગાવીને પૂરવઠો મેળવી રહ્યા છે. જોકે, સરકારે આ અંગે સ્પષ્ટતા કરી  છે કે રાજ્યમાં ઈંધણનો પૂરતો પૂરવઠો છે અને લોકો ગભરાવાની જરૂર નથી. જોકે, આ દરમિયાન આજે સીએમ  ભૂપેન્દ્ર પટેલે પેટ્રોલ, ડીઝલ અને LPG જથ્થાની વર્તમાન સ્થિતિની સર્વગ્રાહી સમીક્ષા કરી હતી. 

LPG,PNG અને પેટ્રોલ-ડીઝલની સ્થિતિ સામાન્ય

તેમણે જણાવ્યું હતું કે, સમગ્ર રાજ્યમાં હાલ LPG,PNG અને પેટ્રોલ-ડીઝલની સ્થિતિ સામાન્ય છે અને પુરવઠો પૂરતા પ્રમાણમાં છે. રાજ્યના અમુક સ્થળોએ અફવાઓના કારણે વેચાણમાં થોડો ઉછાળો જોવા મળ્યો હતો, પરંતુ રાજ્ય સરકાર દ્વારા ઇંધણનો સમયસર પુનઃ પુરવઠો આપવામાં આવી રહ્યો છે.

અફવાઓથી દૂર રહેવું

દરેક જિલ્લામાં આવશ્યક ઈંધણનો પુરવઠો અવિરતપણે જળવાઈ રહે અને નાગરિકોને કોઈ પણ પ્રકારની હાલાકી ન પડે તે માટે વહીવટીતંત્રને સતત દેખરેખ રાખવા અને પૂરતું સંકલન સાધવા કલેક્ટરોને જરૂરી સૂચનાઓ આપી છે. રાજ્યના નાગરિકોને નમ્ર અપીલ છે કે રાજ્યમાં પેટ્રોલ-ડીઝલ અને ગેસનો પૂરતો જથ્થો ઉપલબ્ધ છે, માટે ઈંધણની અછત અંગેની કોઈપણ અફવાઓથી દૂર રહેવું અને ગભરાટમાં આવીને બિનજરૂરી ખરીદી ન કરવી.