Sun Sep 06 2026

Logo

ગુજરાતમાં પેટ્રોલ-ડીઝલના જથ્થાનું દૈનિક મોનિટરિંગ કરવા મુખ્યમંત્રીનો આદેશ

2026-05-15 19:29:12
Author: Chandrakant Kanoja
ગુજરાતમાં પેટ્રોલ-ડીઝલના જથ્થાનું દૈનિક મોનિટરિંગ કરવા મુખ્યમંત્રીનો આદેશ

ગાંધીનગર : ગુજરાતમાં ઇંધણ બચાવવાની સૂચના બાદ સીએમ ભૂપેન્દ્ર પટેલે  ઉપલબ્ધ પેટ્રોલ અને ડીઝલના જથ્થાની સમીક્ષા કરવાનો  આદેશ આપ્યો છે. જ્યારે  રાજ્યમાં દરરોજ કંટ્રોલ રૂમ દ્વારા પેટ્રોલ-ડીઝલના જથ્થાનું મોનિટરિંગ કરવામાં આવે અને જરૂરિયાત મુજબ તેની સપ્લાય વ્યવસ્થા  નાગરિકોને મુશ્કેલી ન પડે તે માટે  સુનિશ્ચિત કરવામાં આવે. 


પ્રજાલક્ષી યોજનાઓને  ગતિશીલ બનાવવા નિર્ણય 

ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને રાજ્ય મંત્રી મંડળની એક મહત્વની બેઠક મળી હતી. આ બેઠકમાં લેવાયેલા નિર્ણયો અને ચર્ચાયેલા વિવિધ મુદ્દાઓ અંગે માહિતી આપતા પ્રવક્તા મંત્રી  જીતુ વાઘાણીએ જણાવ્યું હતું કે, સરકારે રાજ્યના વિકાસ કાર્યો અને પ્રજાલક્ષી યોજનાઓને વધુ ગતિશીલ બનાવવા માટે કેટલાંક મહત્વના નિર્ણયો લીધા છે.

અંદાજપત્રના કામોની મંજૂરી મેળવવા સુચના 

મુખ્યમંત્રીએ  કેબિનેટ બેઠકમાં આપેલી મહત્વની સૂચનાઓ અંગે તેમણે જણાવ્યું હતું કે, ગુજરાત સરકારના અંદાજપત્રમાં દર્શાવાયેલી નવી બાબતોનો લાભ વધુમાં વધુ નાગરિકો સુધી ઝડપથી પહોંચે તે માટે 80  ટકાથી વધુ બાબતોને સૈદ્ધાંતિક મંજૂરી આપવામાં આવી છે. જ્યારે, ચૂંટણી આચારસંહિતાના કારણે જે 20 ટકા બાબતો બાકી છે, તેને સત્વરે સૈદ્ધાંતિક મંજૂરી આપીને યોજનાઓને અમલમાં મૂકવા મુખ્યમંત્રીએ વિવિધ વિભાગોને સૂચના આપી છે.

વિદ્યાર્થી તે શિષ્યવૃત્તિથી વંચિત ન રહે તકેદારી રાખવા આદેશ 

આ ઉપરાંત ઉનાળુ વેકેશન પૂરું થયા બાદ રાજ્યમાં જ્યારે નવું શૈક્ષણિક વર્ષ શરૂ થાય, ત્યારે રાજ્યનો કોઈપણ લાયક વિદ્યાર્થી તેને મળવાપાત્ર શિષ્યવૃત્તિથી વંચિત ન રહે તેની ખાસ તકેદારી રાખવા અને સતત દેખરેખ રાખવા માટે પણ મુખ્યમંત્રીએ આદેશ આપ્યો છે.