Tue Oct 06 2026

Logo

સૌરાષ્ટ્રના કેન્દ્ર સરકારના પેન્શનરોને રાજકોટમાં મળશે કેસલેસ સારવાર, અમદાવાદ ધક્કો નહિ ખાવો પડે

2026-07-21 19:24:23
Author: Chandrakant Kanoja
સૌરાષ્ટ્રના કેન્દ્ર સરકારના પેન્શનરોને રાજકોટમાં મળશે કેસલેસ સારવાર, અમદાવાદ ધક્કો નહિ ખાવો પડે

રાજકોટ: સૌરાષ્ટ્રના કેન્દ્ર સરકારના પેન્શનર્સ માટે રાજકોટમાં સરકારી માન્યતા પ્રાપ્ત હોસ્પિટલોની યાદીમાં નવી વોકહાર્ટ હોસ્પિટલ ઉમેરાઈ છે.જેથી પેન્શનરોને રાજકોટમાં કેસલેસ સારવાર મળી રહેશે. 

પીએમ મોદી અને કેન્દ્રીય આરોગ્ય મંત્રીને રજૂઆત

આ અંગે જણાવતા સેન્ટ્રલ ગર્વમેન્ટ પેન્સનર્સ એસોસિએશન રાજકોટના પ્રમુખ કિશોરસિંહ જાડેજાએ ખુશી વ્યક્ત કરી છે. તેમજ કહ્યું છે કે એસોસિએશન વતી પીએમ મોદી અને કેન્દ્રીય આરોગ્ય મંત્રીને રજૂઆત કરવામાં આવી હતી. 

જિલ્લાના પેન્શનરોને કેસલેસ સુવિધાનો લાભ મળશે 

આ રજૂઆતને ધ્યાનમાં લેતા હવે વોકહાર્ટ હોસ્પિટલમાં કેન્દ્ર સરકારના પેન્શનરો માટે કેસલેસ સારવાર સુવિધા શરૂ કરવામાં આવી છે. જેના લીધે હવે સૌરાષ્ટ્રના રાજકોટ જિલ્લા ઉપરાંત જામનગર,જૂનાગઠ, પોરબંદર સહિત અનેક જિલ્લાના પેન્શનરોને કેસલેસ સુવિધાનો લાભ મળી શકશે. 

કેસલેસ સારવાર માટે અમદાવાદ સુધી લાંબા નહિ થવું પડે

આ ઉપરાંત રાજ્યના રાજકોટ એ પ્રથમ સ્થળ છે જેમાં અમદાવાદ ઉપરાંત રાજકોટમાં આ સુવિધા ઉપલબ્ધ છે. આ ઉપરાંત રજૂઆતોના પગલે રાજકોટમાં અન્ય હોસ્પિટલોમાં ટુંક જ સમયમાં કેસલેસ સારવારની સુવિધા આપવામાં આવશે. આ ઉપરાંત હવે સૌરાષ્ટ્રના કેન્દ્ર સરકારના પેન્શનરોને કેસલેસ સારવાર માટે અમદાવાદ સુધી લાંબા નહિ થવું પડે તે સારી બાબત છે.