Sun Sep 13 2026

Logo

ગુજરાતના શહેરો થશે 'વાયર-ફ્રી': અંડરગ્રાઉન્ડ કેબલિંગ માટે ₹૫૦૦ કરોડનું માતબર બજેટ ફાળવાયું

2026-02-18 15:54:05
Author: Mayur Patel
ગુજરાતના શહેરો થશે 'વાયર-ફ્રી': અંડરગ્રાઉન્ડ કેબલિંગ માટે ₹૫૦૦ કરોડનું માતબર બજેટ ફાળવાયું

ગાંધીનગરઃ ગુજરાતના શહેરોમાં અંડરગ્રાઉન્ડ કેબલિંગ માટે બજેટમાં ₹૫૦૦ કરોડની ફાળવણી કરવામાં આવી હતી. બજેટ રજૂ કરતી વખતે નાણાં પ્રધાને કહ્યું, રાજ્યની વીજ વિતરણ કંપનીઓની કાર્યક્ષમતાને ધ્યાને લઇ ૧૬મા નાણાપંચે પોતાના અહેવાલમાં ગુજરાત વીજ વ્યવસ્થાને સમગ્ર ભારતમાં શ્રેષ્ઠ ગણાવી છે.

રાજ્યના શહેરી વિસ્તારોમાં હયાત ઓવરહેડ વીજ લાઇનોને અંડરગ્રાઉન્‍ડ કેબલમાં રૂપાંતર કરવા “ગુજરાત વાયર-ફ્રી સીટી મિશન” અંતર્ગત ₹૫૦૦ કરોડની જોગવાઇ કરવામાં આવી છે.

રાષ્ટ્રીય સુરક્ષાને ધ્યાનમાં રાખીને સંવેદનશીલ સરહદી વિસ્તારમાં ઓવરહેડ લાઈનના માળખાને અત્યાધુનિક એલિવેટેડ કેબલ નેટવર્કમાં રૂપાંતરિત કરવા માટે ₹૧૦૦ કરોડની જોગવાઇ કરવામાં આવી છે.

Gujarat Unified Digital Stackની પહેલ દ્વારા રાજ્યના નાગરિકોને એક જ ડિજિટલ પ્લેટફોર્મ પરથી સરકારી સેવાઓ ઝડપથી મળશે. જેમાં અલગ અલગ સેવાઓ માટે પૂરા પાડવાના થતાં દસ્તાવેજોનું પુનરાવર્તન ઘટવાથી સમય અને ખર્ચનો બચાવ થશે. જેના માટે ₹૧૦૦ કરોડનું આયોજન છે.