Tue Oct 06 2026

Logo

ગુજરાતને 5 વર્ષમાં વનીકરણ અને વન્યજીવોના રહેઠાણોના રક્ષણ માટે રૂપિયા   1226 કરોડની ફાળવણી

2026-07-30 19:56:52
Author: Mumbai Samachar Team
ગુજરાતને 5 વર્ષમાં વનીકરણ અને વન્યજીવોના રહેઠાણોના રક્ષણ માટે રૂપિયા   1226 કરોડની ફાળવણી

Chat GPT Generated Image


નવી દિલ્હી: ગુજરાતને પાછલા 5 વર્ષ દરમિયાન નેશનલ કમ્પેન્સેટરી એફોરેસ્ટેશન ફંડ મેનેજમેન્ટ એન્ડ પ્લાનિંગ ઓથોરિટી (નેશનલ CAMPA)હેઠળ રૂપિયા  1,226.21 અને મેન્ગ્રોવ ઇનિશિયેટિવ ફોર શોરલાઇન હેબિટેટ્સ એન્ડ ટેન્જિબલ ઇન્કમ (MISHTI) હેઠળ રૂપિયા   67.30 કરોડ તેમજ નગર વન યોજના હેઠળ રૂપિયા   7.43 કરોડનું ફંડ પ્રાપ્ત થયું છે.

CAMPA નો હેતુ વનીકરણ અને વન્યજીવોના રહેઠાણોનું રક્ષણ

નેશનલ CAMPA હેઠળ વનીકરણને પ્રોત્સાહન આપવું, ક્ષીણ થયેલા જંગલોનું પુનર્જીવન કરવું અને વન્યજીવોના રહેઠાણોનું રક્ષણ કરવું જેથી બિન-વન ઉપયોગ માટે વાળવામાં આવેલી જંગલ જમીનની ભરપાઈ કરી શકાય.

સાંસદ પરિમલ નથવાણીએ પૂછેલા પ્રશ્નોના જવાબમાં માહિતી અપાઈ 

રાજ્યસભાના સાંસદ પરિમલ નથવાણીએ પૂછેલા પ્રશ્નોના જવાબમાં કેન્દ્રીય પર્યાવરણ, વન અને જલવાયુ પરિવર્તન રાજ્યમંત્રી  કીર્તિવર્ધન સિંહે 30 જુલાઈ, 2026ના રોજ આ માહિતી આપી હતી. 

કુલ 1,33,666 હેક્ટર ડિગ્રેડેડ જમીનનો જીર્ણોદ્ધાર 

ગુજરાતમાં વન વિસ્તારની કુલ 1,33,666 હેક્ટર ડિગ્રેડેડ જમીનનો જીર્ણોદ્ધાર કરવામાં આવ્યો છે. મંત્રાલય દ્વારા ગ્રીન ઇન્ડિયા મિશન (GIM), નેશનલ કોમ્પેન્સેટરી અફોરેસ્ટેશન ફંડ મેનેજમેન્ટ એન્ડ પ્લાનિંગ ઓથોરિટી (નેશનલ CAMPA) જેવી યોજનાઓ/ કાર્યક્રમો દ્વારા તેમજ રાજ્યો/ કેન્દ્રશાસિત પ્રદેશોને ટેકનિકલ માર્ગદર્શન પૂરું પાડીને ડિગ્રેડેડ ફોરેસ્ટ લેન્ડસ્કેપ્સના જીર્ણોદ્ધાર માટે પ્રયાસરત છે. આ જીર્ણોદ્ધાર પ્રવૃત્તિઓમાં સહાયિત કુદરતી પુનર્જીવન, કૃત્રિમ પુનર્જીવન, વળતર આધારિત વનીકરણ, માટી અને ભેજના સંવર્ધન માટેનાં પગલાં તથા ચોક્કસ સ્થળ-આધારિત ઇકોલોજીકલ પરિસ્થિતિઓ અનુસાર યોગ્ય સ્વદેશી/ મૂળભૂત પ્રજાતિના છોડનું સ્થળ-આધારિત ઇકોલોજીકલ પરિસ્થિતિઓ અનુસાર યોગ્ય સ્વદેશી/ મૂળભૂત પ્રજાતિના છોડનું વાવેતર શામેલ છે.

ગુજરાત સહિત અન્ય રાજ્યો માટે  30 પ્રોજેક્ટ મંજૂર 

મંત્રીએ  માહિતી આપી કે નેશનલ એડેપ્શન ફંડ ફોર ક્લાઈમેટ ચેન્જની (NAFCC) સ્થાપના 2015માં કેન્દ્રીય ક્ષેત્રની યોજના તરીકે કરાઈ હતી. આનો ઉદ્દેશ ભારતના રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં (UTs) નક્કર અનુકૂલન પ્રવૃત્તિઓને પ્રોત્સાહન આપવાનો હતો, જેની પર જલવાયુ પરિવર્તનની મહત્તમ પ્રતિકૂળ અસરો થઈ શકે છે. આના હેઠળ, ગુજરાત સહિત દેશના રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો માટે 30 પ્રોજેક્ટ મંજૂર કરાયા છે. 

ગુજરાતના સ્ટેટ ક્લાઇમેટ ચેન્જ સેલને નાણાકીય સહાયતા

ગુજરાતને ક્લાઇમેટ ચેન્જ પરના સ્ટેટ એક્શન પ્લાન્સની સમીક્ષા માટે રૂ. 12 લાખની નાણાકીય સહાય પણ મંજૂર કરાઈ છે. ડીએસટીએ છેલ્લા 5 વર્ષ દરમિયાન ગુજરાતના સ્ટેટ ક્લાઇમેટ ચેન્જ સેલને (SCCCs) પણ નાણાકીય સહાયતા પૂરી પાડી છે.

કેન્દ્રના વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગે સહાયતા કરી 

કેન્દ્રના વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગે ગુજરાતમાં સ્ટેટ ક્લાઇમેટ ચેન્જ સેલને નબળાઈ અને જોખમ મૂલ્યાંકન, માનવ ક્ષમતા-નિર્માણ કાર્યક્રમો, જનજાગૃતિ કાર્યક્રમો અને સંસ્થાકીય ક્ષમતા-નિર્માણ પ્રવૃત્તિઓ હાથ ધરવા પણ ટેકો પૂરો પાડે છે. આ મૂલ્યાંકનમાં અન્ય બાબતોની સાથે એ પણ નોંધવામાં આવ્યું છે કે ગુજરાતને 'સાધારણ સંવેદનશીલ' ગણવામાં આવે છે.