Fri Sep 11 2026

Logo

ગ્રાન્ટ રોડમાં બિલ્ડિંગના પગથિયા તૂટી પડયાં: ૬૩ રહેવાસીને બચાવ્યા

2026-05-14 21:29:39
Author: Sapna Desai
ગ્રાન્ટ રોડમાં બિલ્ડિંગના પગથિયા તૂટી પડયાં: ૬૩ રહેવાસીને બચાવ્યા

(અમારા પ્રતિનિધિ તરફથી)

મુંબઈ:
ગ્રાન્ટ રોડ વિસ્તારમાં ગ્રાઉન્ડ પ્લસ ચાર માળની રહેણાંક કમ કમર્શિયલ બિલ્ડિંગની સીડી ધરાશાયી હતી, જેને કારણે બિલ્ડિંગમાં ઉપરના માળા પર રહેતા ૬૩થી વધુ રહેવાસીઓ ફસાઈ ગયા હતા.

આ ઘટના ગ્રાન્ટ રોડ (પૂર્વ)માં ખારજીતજી રાણા લેનમાં આવેલી યુસુફ બિલ્ડિંગમાં બની હતી.ફાયરબ્રિગેડના અધિકારીના જણાવ્યા મુજબ ગુરુવારે બપોરના ૧૨.૪૯ વાગે આ દુર્ઘટના બની હતી, જેમાં બિલ્ડિંગના ગ્રાઉન્ડ અને પહેલા માળ વચ્ચેની સીડીનો ભાગ તૂટી પડયો હતો અને તેનો અમુક હિસ્સો જોખમીરૂપે લટકી રહ્યો હતો. બિલ્ડિંગના ગ્રાઉન્ડ ફ્લોર પર કમર્શિયલ ઓફિસ અને દુકાનો છે જ્યારે ઉપરના માળે રહેણાંક એકમો છે. 

આ દુર્ઘટના બની ત્યારે બિલ્ડિંગના બીજા માળા પર લોકો ફસાઈ ગયા હતા, જેમાં  ૪૬ પુરુષ, ૧૨ મહિલા અને પાંચ બાળકો એમ કુલ ૬૩ લોકોને ફાયરબ્રિગેડે સુરક્ષિત રીતે બચાવી લેવામાં આવ્યા હતા. ઉપરના માળા પરથી તેમન બહાર કાઢવા માટે  ટર્ન ટેબલ લેડર અને એન્ગ્યુસ લેડર(સીડી)થી બચાવી લેવામાં આવ્યા હતા.

અધિકારીએ જણાવ્યું હતું કે બિલ્ડિંગની આસપાસના વિસ્તારને ઘેરી લેવામાં આવ્યો હતો અને માળખાના કેટલોક હિસ્સો જોખમી રીતે લટકી રહ્યો હોવાથી તેને તોડી પાડવામાં આવ્યો હતો.