Mon Oct 05 2026

Logo

GPSCની 329 જગ્યા માટેનું ભરતી કેલેન્ડર થયું જાહેર જુઓ લિસ્ટ

2026-02-20 09:43:00
Author: Mayur Patel
GPSCની 329 જગ્યા માટેનું ભરતી કેલેન્ડર  થયું જાહેર જુઓ લિસ્ટ

ગાંધીનગરઃ ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા વર્ષ 2026 દરમિયાન પ્રસિદ્ધ થનારી જાહેરાતો માટેનું વાર્ષિક ભરતી કેલેન્ડર સત્તાવાર રીતે જાહેર કરાયું હતું. આ કેલેન્ડર મુજબ રાજ્ય સરકારના વિવિધ વિભાગોમાં 329 જગ્યાઓ ભરવા માટે આખા વર્ષ દરમિયાન પરીક્ષાઓ અને ભરતી પ્રક્રિયાનું આયોજન કરવામાં આવશે. આ જાહેરાતથી સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતાં હજારો ઉમેદવારોને પોતાના અભ્યાસનું આગોતરું આયોજન કરવામાં મોટી મદદ મળશે.

જે અંતર્ગત ગુજરાત વહીવટી સેવા, વર્ગ-૧, ગુજરાત મુલ્કી સેવા, વર્ગ-૧/૨ અને ગુજરાત નગરપાલિકા મુખ્ય અધિકારી સેવા, વર્ગ-૨, હિસાબી અધિકારી - વર્ગ-૧, મદદનીશ વન સંરક્ષક, વર્ગ-૨ અને પરિક્ષેત્ર વન અધિકારી, વર્ગ-૨, ગુજરાત ઈજનેરી સેવા, વર્ગ-૧ અને ૨ પ્રિન્સિપાલ/નર્સિંગ ઓફિસર, નર્સિંગ સેવા, વર્ગ-૨, નર્સિંગ સુપ્રિટેન્ડેન્ટ, વર્ગ-૨, પ્રિન્સિપાલ, નર્સિંગ સેવા, વર્ગ-૧, નાયબ નિયામક, વર્ગ-૧ (ઔદ્યોગિક સલામતી અને સ્વાસ્થ્ય, શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ), જુનિયર સ્થપતિ, વર્ગ-૨, નાયબ પશુપાલન નિયામક, વર્ગ-૧, સંયુક્ત ખેતી નિયામક, વર્ગ-૧, ગુજરાતી પ્રતિવેદક, વર્ગ-૨, તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી, વર્ગ-૨, શ્રેયાન અધિક્ષક, વર્ગ-૨, પ્રોગ્રામ અધિકારી/મદદનીશ નિયામક, વર્ગ-૧ (મહિલા અને બાળ વિકાસ વિભાગ), પશુચિકિત્સા અધિકારી, વર્ગ-૨ (વન અને પર્યાવરણ વિભાગ), ઔદ્યોગિક સલામતી અને સ્વાસ્થ્ય અધિકારી, વર્ગ-૨, મદદનીશ નિયામક(બોઈલર), વર્ગ-૨માં મળીને કુલ  329 જગ્યા ભરવામાં આવશે.

આ 329 જગ્યા ભરવામાં આવશે

આ ઉપરાંત આગામી સમયમાં લેવાનાર પ્રાથમિક કસોટી અંતર્ગત સામાન્ય અભ્યાસની કુલ=૬૧ અને સંબંધિત વિષયની કુલ=૨૯ જાહેરાતોની પરીક્ષાની અદ્યતન તારીખ(નિયત તારીખ/તારીખ ફેરફાર)ની જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવી હતી.