Mon Sep 14 2026

Logo

કોઈ પણ રાજ્યના મુખ્ય પ્રધાનને કઈ વિશેષે સરકારી સુવિધાઓ મળે છે? જાણો પગાર, બંગલો અને સિક્યોરિટી સહિતનો સંપૂર્ણ પ્રોટોકોલ...

2026-05-04 15:43:00
Author: Darshana Visaria
કોઈ પણ રાજ્યના મુખ્ય પ્રધાનને કઈ વિશેષે સરકારી સુવિધાઓ મળે છે? જાણો પગાર, બંગલો અને સિક્યોરિટી સહિતનો સંપૂર્ણ પ્રોટોકોલ...

આજે 2026ની વિધાનસભા ચૂંટણીના પરિણામો બાદ જાહેર થયા બાદ પાંચ રાજ્યોને નવા મુખ્ય પ્રધાન મળશે. ભારતના પોંડિચેરી (કેન્દ્રશાસિત પ્રદેશ), તમિળનાડુ, પશ્ચિમ બંગાળ, આસામ અને કેરળ એમ પાંચેય રાજ્યમાં નવા મુખ્ય પ્રધાનો પદભાર સંભાળશે ત્યારે તેમને રાજ્યના સર્વોચ્ચ કાર્યકારી પદ તરીકે સરકાર તરફથી અનેક વિશિષ્ટ સુવિધાઓ સરકાર દ્વારા પૂરી પાડવામાં આવે છે. ચાલો જાણીએ કે રાજ્યના મુખ્ય પ્રધાનને તેમની નિમણૂંક થયાના પહેલાં દિવસથી જ પગાર મળે છે કે કેમ અને આ સિવાય તેમને કઈ બીજી મહત્ત્વની સુવિધાઓ પૂરી પાડવામાં આવે છે.... 

વાત કરીએ કોઈ પણ રાજ્યના મુખ્ય પ્રધાનને સરકાર દ્વારા આપવામાં આવતી સુવિધાઓ વિશે તો તેમને જે તે રાજ્યના મુખ્ય પ્રધાનને તેમના કાર્યકાળ દરમિયાન રહેવા માટે એક ભવ્ય અને આલીશાન સરકારી બંગલો આપવામાં આવે છે, જે સંપૂર્ણપણે નિઃશુલ્ક હોય છે. આ આવાસ સુરક્ષા અને વહીવટી કામગીરી માટે અનુકૂળ હોય છે અને ત્યાં તેઓ પોતાના પરિવાર સાથે રહી શકે છે.

નિવાસસ્થાન બાદ આગળ વધીએ વાત કરીએ મુખ્ય પ્રધાનને આપવામાં આવતી અન્ય સુવિધાઓ વિશે તો મુખ્ય પ્રધાનપદની ગરિમા અને સંવેદનશીલતાને ધ્યાનમાં રાખીને મુખ્યમંત્રીને ઝેડ કે પછી ઝેડપ્લસ કેટેગરીની સિક્યોરિટી પૂરી પાડવામાં આવે છે, જેમાં સ્પેશિયલ પોલીસ ફોર્સ અને સુરક્ષા દળો તૈનાત હોય છે.

ત્યાર બાદ જે તે રાજ્યના મુખ્ય પ્રધાનને ઉપયોગ માટે સરકાર તરફથી બુલેટપ્રૂફ અને વીઆઈપી ગાડીઓ, એસ્કોર્ટ અને ડ્રાઈવરની સુવિધા આપવામાં આવે છે. વાત કરીએ મુખ્ય પ્રધાનને સરકાર દ્વારા આપવામાં આવતા નિર્ધારિત માસિક પગારની તો આ સાથે મુખ્ય પ્રધાનને ટ્રાવેલિંગ એલાઉન્સ, દૈનિક ભથ્થું અને કાર્યાલયના ખર્ચ માટે ભથ્થાં એમ વિવિધ ભથ્થાં આપવામાં આવે છે.

ઓફિશિયલ કામકાજ માટે મુખ્ય પ્રધાનને દેશભરમાં મફત હવાઈ અને રેલવે મુસાફરી કરી શકે છે. તેમજ સરકારી કામ માટે વિદેશ પ્રવાસનો ખર્ચ પણ સરકાર ઉઠાવે છે. ત્યાપ બાદ મુખ્ય પ્રધાન અને તેમના પરિવારને સરકાર તરફથી સંપૂર્ણપણે મફત મેડિકલ સર્વિસની સુવિધા પણ પૂરી પાડવામાં આવે છે.

મુખ્ય પ્રધાનના વહીવટી કાર્યોમાં મદદ કરવા માટે એક આખી સચિવાલય ટીમ, સલાહકારો અને અંગત સ્ટાફની ફાળવણી કરવામાં આવે છે. આ તમામ સુવિધાઓ મુખ્ય પ્રધાનને તેમની વહીવટી જવાબદારીઓ અને રાજ્યના મોટા નિર્ણયો પ્રભાવી રીતે લેવામાં મદદરૂપ થાય તે હેતુથી આપવામાં આવે છે.