Tue Sep 15 2026

Logo

માર્ગ અકસ્માતમાં મંગેતરનું મૃત્યુ થયા બાદ યુવતીએ કરી આત્મહત્યા

2026-07-15 16:32:00
Author: Yogesh D. Patel
માર્ગ અકસ્માતમાં મંગેતરનું મૃત્યુ થયા બાદ યુવતીએ કરી આત્મહત્યા

થાણે: થાણે જિલ્લાના ડોંબિલલીમાં માર્ગ અકસ્માતમાં પોતાના મંગેતરને ગુમાવવાનું દુ:ખ સહન ન કરી શકનારી 18 વર્ષની યુવતીએ આત્મહત્યા કરી હતી.
ડોંબિવલીના સોનારપાડા વિસ્તારમાં રહેતી યુવતીએ સોમવારે રાતે પોતાના ઘરે પંખા સાથે દુપટ્ટો બાંધીને ગળાફાંસો ખાધો હતો.
 
માનપાડા પોલીસ સ્ટેશનના અધિકારીએ જણાવ્યું હતું કે યુવતીની સગાઇ આ જ વિસ્તારમાં રહેતા યુવક સાથે થઇ હતી અને યુવકનું 28 જૂને માર્ગ અકસ્માતમાં મૃત્યુ થયું હતું.

પોતાના મંગેતરને ગુમાવવાનું દુ:ખ સહન ન થતાં યુવતીએ સોમવારે રાતે અંતિમ પગલું ભર્યું હતું. દરમિયાન બનાવની જાણ થતાં માનપાડા પોલીસ સ્ટેશનનો સ્ટાફ તાત્કાલિક ઘટનાસ્થળે આવી પહોંચ્યો હતો, જ્યાં યુવતી ગળાફાંસો ખાધેલી હાલતમાં મળી આવી હતી.

યુવતીના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સરકારી હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા બાદ પોલીસે આ પ્રકરણે એડીઆર દાખલ કરીને તપાસ આદરી હતી. (પીટીઆઇ)