Tue Oct 06 2026

Logo

ડોગબાઈટની ટ્રીટમેન્ટ લીધા બાદ સુરતની સરકારી હૉસ્પિટલને જર્મનના નાગરિકે વખાણી,

2026-04-11 19:06:09
Author: Pooja Shah
ડોગબાઈટની ટ્રીટમેન્ટ લીધા બાદ સુરતની સરકારી હૉસ્પિટલને જર્મનના નાગરિકે વખાણી,

જર્મન પ્રવાસી ડેવિડ નેબેલે SMC દ્વારા પૂરી પાડવામાં આવતી કાર્યક્ષમ અને મફત આરોગ્યસંભાળ સેવાઓ માટે કૃતજ્ઞતા વ્યક્ત કરી.


અમદાવાદઃ સરકારી સેવાઓને આપણે ઘણીવાર વખોડતા હોઈએ છીએ અને તેની સરખામણી સીધી વિદેશોની સેવાઓ સાથે કરતા હોઈએ છીએ, પરંતુ જર્મનીના એક નાગરિકે સુરતની સરકારી હૉસ્પિટલની સેવાની ખુલ્લા મોઢે પ્રશંસા કરી હોવાનું જાણવા મળ્યું હતું. શહેરના વેસુ વિસ્તારમાં શેરીમાં શ્વાન કરડ્યા બાદ સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનના આરોગ્ય કેન્દ્રમાં મફત હડકવાની સારવાર મેળવ્યા બાદ જર્મન પ્રવાસી ડેવિડ નેબેલે આશ્ચર્ય વ્યક્ત કર્યું હતું. તેમના અનુભવના વીડિયોએ ઓનલાઇન વ્યાપક ધ્યાન ખેંચ્યું હતું. 

નેબેલે સોશિયલ મીડિયા પર સારવાર પ્રક્રિયાની વિગતો આપતો એક વીડિયો શેર કર્યા પછી આ ઘટના પ્રકાશમાં આવી હતી. તેણે કહ્યું હતું કે ગઈકાલે રાત્રે મને એક શેરીનો શ્વાન કરડ્યો હતો. હડકવા ન થાય તે માટે મારે કેટલીક સાવચેતી રાખવી પડી,  તેથી, હું ભારતમાં એક સરકારી હોસ્પિટલમાં ગયો, અને મને ખૂબ જ આશ્ચર્ય થયું. મને મફતમાં સારવાર મળી. 

આ સાથે તેણે એમ પણ કહ્યું કે મારે ચાર ઈન્જેક્શન લેવાના છે, જે થોડી હેરાનગતિ છે, પરંતુ  મને ખરેખર નવાઈ લાગી કે સેવા આટલી ઝડપી અને સ્વચ્છ હતી. તેણે એમ પણ કહ્યું કે જર્મનીમાં વિદેશીઓને મફત સારવાર મળતી નથી. આ વીડિયો ઝડપથી વાયરલ થયો હતો, જેના કારણે સોશિયલ મીડિયા યુઝર્સમાં ચર્ચા શરૂ થઈ હતી, જેમાંના ઘણાએ સસ્તી આરોગ્યસંભાળ સેવાઓ માટે ભારતની પ્રતિષ્ઠા તરફ ધ્યાન દોર્યું. હતું. કેટલાક યુઝર્સે પ્રાણીઓના કરડવાના કિસ્સામાં સરકારી હોસ્પિટલોની મુલાકાત લેવાના મહત્વ પર પણ પ્રકાશ પાડ્યો, જ્યારે અન્ય લોકોએ યુનાઇટેડ સ્ટેટ્સ જેવા દેશોમાં સારવારના ખર્ચની સરખામણી પણ કરી હતી. 

વધુમાં, ઘણા યુઝર્સે સ્વીકાર્યું કે જ્યારે શહેરમાં રખડતા શ્વાનો સંબંધિત સમસ્યાઓનો સામનો કરવો પડે છે, ત્યારે  મનપાની હૉસ્પિટલ સારી સેવા આપે છે.