Wed Oct 07 2026

Logo

GPSC ચેરમેન હસમુખ પટેલના રાજીનામાંની માંગ સાથેના આંદોલનને ગેનીબેન ઠાકોર, ઠાકરશી રબારીએ કર્યું સમર્થન

2026-09-29 21:21:25
Author: Devayat Khatana
GPSC ચેરમેન હસમુખ પટેલના રાજીનામાંની માંગ સાથેના આંદોલનને ગેનીબેન ઠાકોર, ઠાકરશી રબારીએ કર્યું સમર્થન

ગાંધીનગર: છેલ્લા અનેક દિવસથી ગુજરાત જાહેર સેવા આયોગ (GPSC)ના ચેરમેન  હસમુખ પટેલ પર કથિત SC, ST અને OBC સમુદાયના ઉમેદવારો સાથે અન્યાય કરવાનો આરોપ લાગી રહ્યો છે. ત્યારે ગાંધીનગરમાં કોંગ્રેસના કાર્યકર્તાઓ અને SC, ST અને OBC સમુદાયના આગેવાનો દ્વારા હસમુખ પટેલના રાજીનામાની માંગ સાથે આંદોલન ચાલી રહ્યું છે. હવે આ આંદોલનમાં  કોંગ્રેસના સાંસદ અને દિગ્ગજ નેતાએ પણ સમર્થન આપ્યું છે. 

ગાંધીનગરમાં કોંગ્રેસના કાર્યકર્તાઓ અને SC, ST અને OBC સમુદાયના આગેવાનો દ્વારા હસમુખ પટેલના રાજીનામાની માંગ સાથે આંદોલન ચાલી રહ્યું છે. હવે આ આંદોલનમાં  કોંગ્રેસના સાંસદ ગેનીબેન ઠાકોર અને દિગ્ગજ નેતા ઠાકરશી રબારીએ પણ સમર્થન આપ્યું છે. આજે તેઓ ગાંધીનગર પહોંચ્યા હતા અને આંદોલન કરી રહેલા યુવાનોને મળ્યા હતા. GPSCના ચેરમેન  હસમુખ પટેલ પર કથિત રીતે SC, ST અને OBC સમુદાયના ઉમેદવારોને ઇન્ટરવ્યૂમાં ઓછા માર્ક આપી નિષ્ફળ કરતાં હોવાનો આક્ષેપ લાગ્યો છે. 

જો કે GPSCમાં ઘણા સમયથી સભ્યોની જગ્યા ખાલી પડી હતી અને આથી જ  SC, ST અને OBC સમુદાયના ઉમેદવારોને આ પ્રકારનો અન્યાય થતો હોવાનો આક્ષેપ થઈ રહ્યો હતો.  તે ઉપરાંત આયોગમાં સભ્યોની મોટી ઘટ હોવાને કારણે આયોગની રોજિંદી પ્રક્રિયાઓ અને ખાસ કરીને વર્ગ-1 અને વર્ગ-2 ના અધિકારીઓની ભરતી માટેની મૌખિક મુલાકાતની પ્રક્રિયાઓ ખૂબ જ ધીમી ગતિએ ચાલી રહી હતી. ઘણા ઉમેદવારો મુખ્ય પરીક્ષા પાસ કર્યા પછી પણ ઇન્ટરવ્યૂ માટે નિરાશા સાથે રાહ જોઇને બેઠા હતા.

એક તરફ GPSC ચેરમેન હસમુખ પટેલના રાજીનામાની માંગ સાથે ચાલી રહેલા આંદોલનની વચ્ચે ખાલી પડેલી સભ્યોની જગ્યા અંતે ભરવામાં આવી છે. કુલ 7 નવા સભ્યોની  રાજ્યપાલ દ્વારા  નિમણુક કરવામાં આવી છે. સચિવાલયના સામાન્ય વહીવટ વિભાગ આ અઅંગે અધિસૂચના જાહેર કરી દેવામાં આવી છે. જેમાં કિશોર એલ. બચાણી, કે. સી. સંપટ, કે. એસ. વસાવા, મયૂર કે. મહેતા, એચ. જે. પ્રજાપતિ, દીપકકુમાર રાઠોડ અને ડૉ. શિશિર ત્રિવેદીનો સમાવેશથાય છે.