સુરતઃ શહેરમાં ભાજપે ફરી મેદાનમાં ઉતારેલા પૂર્વ મેયર દક્ષેણ માવાણીની સંપત્તિમાં તોતિંગ વધારો થયો છે. 2021 અને 2026ના એફિડેવિટના આંકડાઓની તુલનાથી રોકડ, સોનું તેમજ અચળ સંપત્તિમાં મોટા ફેરરફારો ડોવા મળતા આ મુદ્દો ચર્ચાનું કેન્દ્ર બન્યો છે.
પૂર્વ મેયર દક્ષેશ માવાણીમાની આર્થિક સ્થિતિમાં પણ મજબૂત વધારો જોવા મળ્યો છે. તેમના રોકડ અને બેંક બેલેન્સમાં વધારો થયો છે, સાથે જ સોનાની કિંમત અને નવી કમર્શિયલ મિલકતો ઉમેરાતા સંપત્તિમાં વધારો થયો છે. તેમની પત્નીના નામે પણ રોકડ અને સોનામાં વધારો નોંધાયો છે. નેતાઓના એફિડેવિટમાં દર્શાવાયેલ આંકડાઓને આધારે રાજકીય અને જાહેર વર્તુળોમાં ચર્ચા તેજ બની છે. પાંચ વર્ષમાં થયેલા આકસ્મિક સંપત્તિ વધારાને લઈને અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે.
દક્ષેશ માવાણીની 2021 અને 2026ની સંપત્તિ
વર્ષ 2021
રોકડ: 3.61 લાખ
બેંક: 3.73 લાખ
સોનું: 3.37 લાખ
વાહનઃ ઉલ્લેખ નથી
મિલકતઃ 2 ફલેટ (કતારગામ)
વર્ષ 2026
રોકડ: 13.70 લાખ
બેંક: 18.83 લાખ
સોનું 5.35 લાખ + 4.97 લાખ જવેલરી
વાહન: કાર
મિલકત: 99.50 લાખ કમર્શિયલ પ્રોપર્ટી
સપ્ટેમ્બર 2023માં સુરત મહાનગરપાલિકાના 38માં મેયર પદે દક્ષેશ માવાણીના નામની જાહેરાત થઈ હતી. વર્ષ 1974માં જન્મેલા દક્ષેશ માવાણી મૂળ ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના ઉંચડી ગામના છે. તેમના પિતાનું નામ કિશોરભાઈ માવાણી છે. તેમના પિતા ઉંચડી ગામના છે, જ્યારે દક્ષેશ માવાણીનો જન્મ સુરતમાં થયો છે. તેઓ પાટીદાર આગેવાન છે.
રાજકીય સફર
દક્ષેશ માવાણીની રાજકીય સફરની વાત કરીએ તો 1989થી તેઓ ભારતીય જનતા પાર્ટીના સક્રીય કાર્યકર છે. વર્ષ 2000માં તેઓ સુરત મહાનગર પાલીકાની ચૂંટણીમાં વોર્ડ નંબર 26 સહ કન્વીનર હતા. 2009માં તેઓ લોકસભા ચૂંટણીમાં કન્વીનર હતા. 2010માં કારોબારી, સભ્ય યુવા મોરચો, સુરત તરીકે જવાબદારી સંભાળી હતી. 2011માં સહ-કન્વીનર, ચૂંટણી વ્યવસ્થા સેલ તેમજ કારોબારી સભ્ય, ગુજરાત પ્રદેશ યુવા મોરચો તરીકે જવાબદારી સંભાળી હતી.
આ ઉપરાંત 2011માં જ તેમને નવસારી જિલ્લા યુવા મોરચાના પ્રભારી બનાવાયા હતા. 2012 વિધાનસભા ચૂંટણી વ્યવસ્થા સેલ જવાબદારી સોંપવામાં આવી હતી. 2014 લોકસભા ચૂંટણી વ્યવસ્થા સેલની જવાબદારી સોપાઈ હતી. તેમજ કતારગામ ઝોનના તેઓ સહ કન્વીનર પણ હતા. સામાજિક સંસ્થાની જવાબદારીની વાત કરીએ તો તેઓ વાત્સલ્ય ગ્રામ સમિતી, સુરતમાં મંત્રી અને જીનીયસ ગૃપ ઓફ સુરતમાં પ્રમુખ હતા. 2023માં સુરતના 38માં મેયર તરીકે તેમની નિમણૂક થઈ હતી.