Sun Sep 06 2026

Logo

થાણેમાં બિલ્ડિંગના બેઝમેન્ટમાં આગ: ૧૦ રહેવાસીઓનો બચાવ

2026-07-25 17:23:05
Author: Sapna Desai
થાણેમાં બિલ્ડિંગના બેઝમેન્ટમાં આગ: ૧૦ રહેવાસીઓનો બચાવ

(અમારા પ્રતિનિધિ તરફથી)
થાણે: થાણે (વેસ્ટ)માં નૌપાડામાં ગ્રાઉન્ડ પ્લસ બે માળની બિલ્ડિંગના બેસમેન્ટમાં શનિવારે વહેલી સવારે આગ ફાટી નીકળી હતી. ફાયરબ્રિગેડે બિલ્ડિંગના ૧૦ રહેવાસીને સુરક્ષિત રીતે બહાર કાઢ્યા હતા. સદ્નસીબે આ દુર્ઘટનામાં કોઈ જખમી થયું નહોતું.

થાણે ડિઝાસ્ટર કંટ્રોલના જણાવ્યા મુજબ નૌપાડા પોલીસ સ્ટેશનની બાજુ માં  ગ્રાઉન્ડ પ્લસ બે માળની ગૌતમ હાઉસ નામની ઈમારત આવેલી છે. શનિવારે સવારના લગભગ ૮.૧૦ વાગ્યાની આસપાસ બિલ્ડિંગના બેઝમેન્ટમાં રબર મેટમાં મામૂલી આગ ફાટી નીકળી હતી. આગની જાણ થતા ઘટનાસ્થળે ફાયરબ્રિગેડ, મહાવિતરણ, મહાનગર ગૅસના કર્મચારી સહિત ડિઝાસ્ટર મેનેજમેન્ટના કર્મચારી પહોંચી ગયા હતા.


આગ લાગી એ સમયે બિલ્ડિંગના ઉપરના બે માળા પર ૧૦થી વધુ રહેવાસીઓ હતા. આગને પગલે તમામ રહેવાસીઓને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા. આગ ઉપરના માળા સુધી ફેલાય તે પહેલા જ તેને બુઝાવી દેવામાં આવી હતી. જોકે આગને કારણે ધુમાડો સમગ્ર પરિસરમાં ફેલાઈ ગયો હતો.લગભગ અડધો કલાકમાં આગ પર નિયંત્રણ મેળવવામાં સફળતા મળી હતી. મોડે સુધી કુલિંગ ઓપરેશન ચાલ્યું હતું. આગનું ચોક્કસ કારણ જાણી શકાયું નહોતું. ફાયરબ્રિગેડના કહેવા મુજબ તપાસ બાદ ચોક્કસ કારણ જાણી શકાશે.

વધુ જુઓ...