Mon Jun 15 2026

Logo

ઇંગ્લેન્ડની મુશ્કેલીઓ વધી: સ્ટોક્સ અને એટકિન્સન બાદ ઓલી રોબિન્સન પણ બીજી ટેસ્ટમાંથી બહાર

London   2026-06-15 18:13:00
Author: mumbai samachar team
Article Image

લંડન: ન્યૂઝીલેન્ડ સામેની બીજી ટેસ્ટ પહેલા ઇંગ્લેન્ડને મોટો ઝટકો લાગ્યો છે. ઇંગ્લેન્ડના કેપ્ટન બેન સ્ટોક્સ અને ફાસ્ટ બોલર ગુસ એટકિન્સનને નાઈટ ક્લબ વિવાદના કારણે બીજી ટેસ્ટમાંથી પડતા મુકવામાં આવ્યા છે.
 
હવે ઝડપી બોલર ઓલી રોબિન્સન ઈજાના કારણે બીજી ટેસ્ટમાંથી બહાર થઈ ગયો છે. રોબિન્સનને પ્રેક્ટિસ દરમિયાન ઘૂંટણમાં ઈજા થઈ હતી, જેના કારણે તે બીજી ટેસ્ટમાંથી બહાર થઈ ગયો હતો.

ઇંગ્લેન્ડ અને ન્યૂઝીલેન્ડ વચ્ચેની બીજી ટેસ્ટ 19 જૂનથી ઓવલ ખાતે રમાશે. ઇંગ્લેન્ડે હેનરી ક્રોકોમ્બને રોબિન્સનના સ્થાન પર ટીમમાં સામેલ કર્યો હતો. 
ક્રોકોમ્બે હજુ સુધી કોઈ આંતરરાષ્ટ્રીય મેચ રમી નથી, પરંતુ તે ઇંગ્લેન્ડ લાયન્સ ટીમનો નિયમિત સભ્ય રહ્યો છે. પેસર એટકિન્સને પ્રથમ ટેસ્ટમાં ન્યૂઝીલેન્ડની બીજી ઇનિંગમાં 5 વિકેટ ઝડપી છે.

નોંધનીય છે કે ન્યૂઝીલેન્ડ સામેની પહેલી ટેસ્ટમાં વિજય પછી ઇંગ્લેન્ડના કેપ્ટન બેન સ્ટોક્સ અને ગુસ એટકિન્સન ઉજવણી કરવા માટે નાઇટક્લબમાં ગયા હતા અને ત્યાં રગ્બીના ખેલાડી સાથે મારામારી થઈ  હતી જેના કારણે બંન્નેને બીજી ટેસ્ટ માટેની ટીમમાંથી પડતા મુકવામાં આવ્યા છે. સ્ટોક્સના સ્થાન પર જો રૂટને ટીમની કેપ્ટનશીપ સોંપવામાં આવી છે.