Fri Sep 04 2026

Logo

ઇંગ્લૅન્ડનો બીજા દાવમાં જબરદસ્ત ધબડકો, 2/126 અને પછી 6/127

London   2026-06-05 20:29:17
Author: Ajay Motiwala
ઇંગ્લૅન્ડનો બીજા દાવમાં જબરદસ્ત ધબડકો, 2/126 અને પછી 6/127

લંડન: લૉર્ડ્સમાં ન્યૂ ઝીલૅન્ડ સામે ઇંગ્લૅન્ડે પ્રથમ ટેસ્ટમાં બીજા દિવસે લંચ પહેલાં એક અને લંચ બાદ પાંચ એમ કુલ મળીને 127 રનમાં પાંચ વિકેટ ગુમાવી હતી. પ્રથમ દાવમાં બે વિકેટ લેનાર પેસ બોલર વિલ ઑ'રુરકેએ બેન ડકેટ (33 રન)ની વિકેટ લઈને બાવન રનની ઓપનિંગ પાર્ટનરશિપ તોડી હતી.

જેકબ બેથેલ (14 રન)ને મૅટ હેન્રીએ આઉટ કર્યો હતો, જ્યારે 95 બૉલમાં આઠ ચોગ્ગાની મદદથી 57 રન બનાવનાર ઓપનર એમિલિયો ગેની વિકેટ નૅથન સ્મિથે લીધી હતી.

ત્યાર પછી ઑ'રુરકે ફરી એક વખત ત્રાટક્યો અને હૅરી બ્રૂક (0)ને તરત જ પાછો મોકલી દીધો હતો. નૅથન સ્મિથે પણ આ બીજા દાવમાં બીજી વિકેટ લીધી હતી. એમાં તેણે જૉ રૂટ (આઠ રન)ની વિકેટ મેળવી હતી. કૅપ્ટન બેન સ્ટૉક્સ (0)ને પણ સ્મિથે પૅવિલિયન ભેગો કર્યો હતો.

એક સમયે ઇંગ્લૅન્ડનો સ્કોર બે વિકેટે 126 રન હતો, પણ પછી ઉપરાઉપરી વિકેટ પડતાં 34મી ઓવરમાં સ્કોર 6/127 રહ્યો હતો.