Sat Sep 05 2026

Logo

અમદાવાદમાં તમાકુના ધંધા સાથે સંકળાયેલા નગરિયા પરિવાર પર EDની રેડ

2026-02-26 11:57:00
Author: Mayur Patel
અમદાવાદમાં તમાકુના ધંધા સાથે સંકળાયેલા નગરિયા પરિવાર પર EDની રેડ

અમદાવાદઃ શહેરમાં  તમાકુના ધંધા સાથે સંકળાયેલા નગરિયા પરિવાર પર EDએ રેડ પાડી હતી.તમાકુના ધંધા સાથે જોડાયેલા અનસ ગ્રુપ પર સપાટો બોલાવ્યો હતો. શહેરના નવ જેટલા સ્થળોએ પાડવામાં આવેલા દરોડમાં એમ્બર, ઉમદા અને સમા ફિલ્ટર ખૈની જેવી બ્રાન્ડ્સના ઉત્પાદકો અને તેમના ભાગીદારોને ત્યાં તપાસનો ધમધમાટ જોવા  મળ્યો હતો. ફેમાના ઉલ્લંઘન હેઠળ કરાયેલી આ તાપસમાં એજન્સીને મોટા પ્રમાણમાં બેનામી નાણાકીય વ્યવહારો અને વિદેશી મિલકતોના પુરાવા હાથ લાગ્યા હતો.

સ્થળ પરથી 1.01 કરોડની રોકડ સાથે લાખોનું વિદેશી ચલણ અને કરોડોની કિંમતનું સોનું-ચાંદી જપ્ત કરવામાં આવ્યું હતું. તપાસમાં અનસ ગ્રુપના ભાગીદારો અને તેમના પરિવારના સભ્યોની દુબઈમાં પણ મોટું રોકાણ અને પ્રોપર્ટી હોવાનું સામે આવ્યું છે. જપ્ત કરાયેલા 1.6 કિલો સોનાના બાર પર વિદેશી ચિન્હો હોવાથી આ કેસમાં આંતરરાષ્ટ્રીય સ્તરે નાણાકીય હેરાફેરી થઈ હોવાની આશંકા વધુ પ્રબળ બની છે.

આ દરોડાની વિગતો આપતા ED તરફથી કહેવામાં આવ્યું છે, 'કુલ 1.01 કરોડ રૂપિયા રોકડા અને 33.34 લાખ રૂપિયાની આસપાસ વિદેશી ચલણ જપ્ત કર્યું છે. આ ઉપરાંત, 2.5 કરોડ રૂપિયાની કિંમતના 1.6 કિલો વિદેશી માર્કિંગવાળા સોનાના બિસ્કિટ અને 2 કરોડ રૂપિયાની કિંમતના 80 કિલો ચાંદીના બાર મળી આવ્યા છે. મહત્વનું છે કે EDએ રોકડ અને કિંમતી ધાતુઓ ઉપરાંત અનેક વાંધાજનક દસ્તાવેજો અને રેકોર્ડ્સ પણ કબજે કર્યા છે, જે અનસ ગ્રુપના ભાગીદારો દ્વારા કરવામાં આવેલા વિદેશી રોકાણોના પુરાવા આપે છે.
 

વધુ જુઓ...