Tue Oct 06 2026

Logo

કચ્છના ખાવડા નજીક ૩.૨ની  તીવ્રતાનો ભૂકંપ, મકાનોના બારી-બારણા ખખડી ઉઠતાં લોકો ભયભીત

2026-07-21 14:52:00
Author: Mumbai Samachar Team
કચ્છના ખાવડા નજીક ૩.૨ની  તીવ્રતાનો ભૂકંપ, મકાનોના બારી-બારણા ખખડી ઉઠતાં લોકો ભયભીત

ભુજઃ સીસ્મિક રેડ ઝોન'માં સમાવાયેલા રણપ્રદેશ કચ્છમાં આજે ભૂકંપનો ૩.૨ની  તીવ્રતાનો આંચકો અનુભવાતાં સમગ્ર જિલ્લામાં ફફડાટ ફેલાઈ જવા પામ્યો છે.

સત્તાવાર મળતી વિગતો પ્રમાણે, મંગળવારે બપોરના ૨ અને ૨૩ કલાકે સીમાવર્તી ખાવડાથી ૩૨ કિલોમીટર દૂર કેન્દ્રબિંદુ ધરાવતા અને રિક્ટર સ્કેલ પર ૩.૨ની તીવ્રતાના વિચિત્ર અવાજ સાથે આવેલા ધરતીકંપના આંચકાએ હાજરી પૂરાવતાં ફફડાટ ફેલાઈ જવા પામ્યો છે.

આજે બપોરે અનુભવાયેલો આ આંચકો જમીનથી ૧૨.૯ કિલોમીટર ઊંડે ઉદભવ્યો હતો, જેને લઈને તેની અનુભૂતિ કેન્દ્રબિંદુ આસપાસના વિસ્તારોમાં સવિશેષ અનુભવાઈ હતી. આજના ભૂકંપના આંચકાને લઈને કોઈ જાનમાલને નુકશાની થયાના અહેવાલો પ્રાપ્ત થતા નથી. 

ઉલ્લેખનીય છે કે, કચ્છ 'વેરી હાઈ રિસ્ક' સીસ્મિક ઝોન'માં આવેલો પ્રદેશ છે અને અહીં અવારનવાર ભૂકંપના આંચકાઓ આવતા રહે છે. કચ્છમાં વર્ષ ૨૦૦૧માં નોંધાયેલો વિનાશકારી ભૂકંપ ભારતમાં છેલ્લા ૨૦૦ વર્ષમાં આવેલો ત્રીજો સૌથી ભયાવહ મોટો ભૂકંપ હતો. જેમાં સેંકડો લોકોના મોત થયા હતાં.

(ઉત્સવ વૈદ્ય)