Mon Oct 05 2026

Logo

શું પોલીસે મહિલા સાથે અયોગ્ય વ્યવહાર કર્યો? વાયરલ વીડિયો અંગે દિલ્હી પોલીસે કર્યો મોટો ખુલાસો

2026-10-05 12:42:04
Author: Vimal Prajapati
શું પોલીસે મહિલા સાથે અયોગ્ય વ્યવહાર કર્યો? વાયરલ વીડિયો અંગે દિલ્હી પોલીસે કર્યો મોટો ખુલાસો

નવી દિલ્હીઃ જંતર મંતર ખાતે મોટી સંખ્યાં લોકો પ્રદર્શન કરી રહ્યાં છે. આ પ્રદર્શનના અનેક વીડિયો સોશિયલ મીડિયામાં પોસ્ટ પણ કરવામાં આવી રહ્યાં છે. આ વીડિયો સોશિયલ મીડિયામાં ઝડપથી વાયરલ પણ થતાં હોય છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો, સોશિયલ મીડિયામાં એવા અનેક વીડિયો વાયરલ કરવામાં આવી રહ્યાં છે, જેમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે, દિલ્હી પોલીસ દ્વારા પ્રદર્શન કરી રહેલી મહિલાઓ સાથે ગેરવર્તન કરવામાં આવી રહ્યું છે. આ દાવા અને વીડિયો અંગે દિલ્હી પોલીસ દ્વારા ખુલાસો કરવામાં આવ્યો છે. ચાલો વિગતે જાણીએ શું છે આ વાયરલ વીડિયોની સાચી હકીકત....

વાયરલ વીડિયોઝ અંગે દિલ્હી પોલીસે ખુલાસો

વાયરલ થઈ રહેલા વીડિયોમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, પ્રદર્શનમાં આવેલી મહિલાઓને દિલ્હી પોલીસના જવાબનો ખોટી રીતે સ્પર્શી રહ્યાં છે. જો કે, આ વીડિયોઝ અંગે દિલ્હી પોલીસે ખુલાસો કર્યો છે. દિલ્હી પોલીસે કહ્યું કે, આ વીડિયોમાં દેખાઈ રહેલા વ્યક્તિ દિલ્હી પોલીસનો કર્મચારી નથી. એટલું જ નહીં પરંતુ દિલ્હી પોલીસના ખુલાસા પ્રમાણે આ વીડિયો પણ દિલ્હીનો નથી. જેથી આ વીડિયો શેર કરતા લોકોને દિલ્હી પોલીસ દ્વારા ચેતવણી આપવામાં આવી છે. 

એક્સ પર પોસ્ટ કરતા દિલ્હી પોલીસે લખ્યું કે, દિલ્હી પોલીસના જવાનો દ્વારા એક મહિલા સાથે કથિત રીતે ગેરવર્તન કરવામાં આવતું હોવાના દાવા સાથે જે વીડિયો શેર કરવામાં આવી રહ્યો છે, તે દિલ્હીનો નથી અને તેમાં દિલ્હી પોલીસ પણ સામેલ નથી. આ વીડિયોને દિલ્હી પોલીસ સાથે જોડીને શેર કરવો અયોગ્ય અને ગેરમાર્ગે દોરનારો છે. આવા ગેરમાર્ગે દોરનારા અને અપ્રમાણિત પોસ્ટ્સ શેર કરતા પ્રોફાઇલના સંચાલકો સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી શકે છે.