Sun Sep 06 2026

Logo

દિલ્હી પોલીસે આઇએસઆઇના આતંકી ષડયંત્રનો પર્દાફાશ કર્યો, 11 લોકોની ધરપકડ

2026-04-10 16:26:08
Author: Chandrakant Kanoja
દિલ્હી પોલીસે આઇએસઆઇના આતંકી ષડયંત્રનો પર્દાફાશ કર્યો, 11 લોકોની ધરપકડ

નવી દિલ્હી: દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલે પાકિસ્તાની ગુપ્તચર એજન્સી આઇએસઆઇની દેશમાં આતંક ફેલાવવાના ષડયંત્રને ઝડપી લીધું છે. જેમાં પોલીસે જાસૂસી અને હથિયારોની હેરાફેરી સંકળાયેલા 11 લોકોની પંજાબ અને દિલ્હીથી ધરપકડ કરી છે. પોલીસે તેમની પાસેથી વિદેશી અને દેશી પિસ્તોલ, જીવતા કારતુસ અને ઘણા સંદિગ્ધ સિમ કાર્ડ જપ્ત કર્યા છે.  

પૂછતાછમાં અનેક ચોંકાવનારા ખુલાસા થયા

જેની બાદ દિલ્હી પોલીસે શરૂ કરેલી પૂછતાછમાં અનેક ચોંકાવનારા ખુલાસા થયા છે. પોલીસના જણાવ્યા અનુસાર, સ્પેશિયલ સેલની બે ટીમોએ એક નેટવર્કનો નાશ કર્યો છે.જેણે આઇએસઆઇ ની મદદથી દેશના વિવિધ ભાગોમાં સીસીટીવી કેમેરા લગાવ્યા હતા. તેઓએ શસ્ત્રોની હેરાફેરી અને ગ્રેનેડ હુમલાની યોજનાઓ પણ બનાવી હતી. તેઓએ સૌર ઉર્જાથી ચાલતા સીસીટીવી  કેમેરા લગાવ્યા હતા.

બિકાનેરમાં સેનાની ગતિવિધીઓ પર નજર રખાતી 

જેમાંથી ફીડ પાકિસ્તાનમાં ટ્રાન્સમિટ કરવામાં આવી રહ્યા હતા. તેઓએ ઘણી જગ્યાએ વિડિયોગ્રાફી પણ કરી હતી, જેના ફૂટેજ વિદેશમાં મોકલવામાં આવ્યા હતા. પંજાબ અને દિલ્હીના વ્યક્તિઓને પકડવામાં આવ્યા છે. આ વ્યક્તિઓએ સીસીટીવી કેમેરા લગાવવા માટે તેમના શસ્ત્રોની દાણચોરીના કાર્યોનો ઉપયોગ કર્યો હતો. આ કેમેરા સ્થાનિક રીતે રેકોર્ડિંગ સ્ટોર કરતા નહોતા તેના બદલે પાકિસ્તાન સ્થિત હેન્ડલર્સ લાઇવ ફીડનું નિરીક્ષણ કરતા હતા. બિકાનેરમાં જે ચોક્કસ સ્થાન પર કેમેરા લગાવવામાં આવ્યો હતો તે સૈન્યની ગતિવિધિઓ માટેના મુખ્ય માર્ગ પર હતો. 

વાતચીત કરવા સોશિયલ મીડિયા એપ્લિકેશનનો ઉપયોગ કરતા

આ અંગે અહેવાલો અનુસાર  બેરોજગાર યુવાનોને સીસીટીવી કેમેરા લગાવવાની લાલચ આપીને ભરતી કરી રહ્યા હતા. તેમજ હથિયારોની દાણચોરીની સાથે તેઓ ડ્રગ્સની દાણચોરીમાં પણ કરવાના હતા. તેમજ દિલ્હીમાં પકડાયેલો અતુલ રાઠી હથિયારોની દાણચોરીનું સંચાલન કરતો હતો. તેઓ એકબીજા સાથે વાતચીત કરવા  સોશિયલ મીડિયા એપ્લિકેશનનો ઉપયોગ કરતા હતા.