નવી દિલ્હીઃ સ્વતંત્રતા દિવસ પહેલા દિલ્હીની પાંચ જગ્યાને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે. તેમાં દિલ્હી હાઇકોર્ટ, જામનગર હાઉસ, ઝંડેવાલાન ફ્લેટેડ ફેક્ટરી કોમ્પ્લેક્સ, એમબી સાકેત ઓફિસ/ડીએમ ઓફિસ, દિલ્હી ઓફિસ, દિલ્હી એરપોર્ટ નું ટર્મિનલ 3 અને એસડીએમ ઓફિસ દિલ્હી કેન્ટ સામેલ છે.
ફાયર વિભાગના જણાવ્યા અનુસાર ફાયરના વાહન બધા લોકેશન પર મોકલી દેવામાં આવ્યા છે. જો કે હજુ સુધી કંઇપણ શંકાસ્પદ વસ્તુ જોવા નથી મળી. ઇમેલ પર ધમકી મળ્યા બાદ તમામ પાંચ લોકેશન ખાલી કરાવી દેવામાં આવ્યા છે. અને પોલીસ તેમજ અન્ય તપાસ એજન્સીઓ સ્થળ પર જઇને તપાસ કરી રહી છો.
શું કહ્યું હાઇકોર્ટના જોઇન્ટ સેક્રેટરીએ?
ધમકી મળ્યા બાદ દિલ્હી હાઇકોર્ટના જોઇન્ટ સેક્રેટરી વકીલ કુનાલે કહ્યું કે એ ધમકી નકલી હતી. બધી જગ્યા નિયંત્રણમાં છે. બોમ્બ સ્કવોડ અને સ્નિફર ડોગ્સ સંપૂર્ણ હાઇકોર્ટ પરિસરની બારીકાઇથી તપાસ કરી રહી છે. અત્યાર સુધી કોઇ ડર કે ગભરાટની વાત સામે નથી આવી
સ્વતંત્રતા દિવસ પહેલા વધારાઇ સુરક્ષા
15 ઓગસ્ટને ધ્યાનમાં લઇને દિલ્હી સહિત દેશના અનેક ભાગોમાં પહેલેથી સુરક્ષા વ્યવસ્થા ચુસ્ત-દુરસ્ત કરવામાં આવી છે. રણનીતિક સ્થાનો પર પોલીસકર્મીઓની તૈનાતી વધારી દેવામાં આવી છે. આવતા-જતા રસ્તાઓ પર વધારાની તપાસ કરવામાં આવી રહી છે. જાહેર સ્થળો પર અને ભીડભાડવાળા વિસ્તારમાં સુરક્ષા એજન્સીઓ નજર રાખી રહી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 15 ઓગસ્ટે લાલ કિલ્લા પરથી દેશને સંબોધિત કરશે.તેની તમામ તૈયારી કરવામાં આવી રહી છે.