મેષઃ
મેષ રાશિના જાતકો માટે ગુરૂ પુષ્ય યોગ મંગળ જ મંગળ કરનારો સાબિત થશે. તમારી વાતચીત કરવાની શૈલીમાં જબરદસ્ત સુધારો થશે, જેના કારણે તમે વ્યાપાર કે ઓફિસમાં લોકો પાસેથી સરળતાથી કામ કઢાવી શકશો. તમારી રાશિથી ચતુર્થ ભાવમાં ચંદ્ર અને પ્રથમ ભાવમાં મંગળ હોવાથી સુખ-સાધનો અને વૈભવમાં વધારો થશે. માતા તરફથી સંપૂર્ણ સહયોગ અને આર્થિક લાભ મળશે. નોકરીમાં સકારાત્મક બદલાવ આવશે જે ભવિષ્ય માટે નફાકારક સાબિત થશે. વૈવાહિક જીવનમાં ભાવનાત્મક સંબંધો વધુ ગાઢ બનશે. લોહીના સંબંધોમાં આજે મજબૂતી આવી રહી છે. જો કોઈ કૌટુંબિક વાદ-વિવાદ ચાલી રહ્યો હતો તો તેનો ઉકેલ લાવવા માટે આજે તમારે કોઈ વડીલની સલાહ-સૂચન માનવું પડશે.
વૃષભઃ
વૃષભ રાશિના જાતકો માટે આજનો દિવસ ખૂબ જ સમજી વિચારીને નિર્ણય લેવાનો રહેશે. કારાબાર અને આર્થિક રોકાણની દ્રષ્ટિએ આજનો દિવસ તમારા પક્ષમાં રહેશે. તમે બિઝનેસમાં તમારી તેજ બુદ્ધિનો ઉપયોગ કરીને નવી યોજનાઓ બનાવશો અને આકસ્મિક ધનલાભના મજબૂત સંયોગો ઊભા કરી શકશો. ભાઈ-બહેનો તરફથી તમને કોઈ મોટો આર્થિક કે માનસિક સહયોગ મળી શકે છે. નોકરી કરતા જાતકો માટે દિવસ અનુકૂળ રહેશે, ઉચ્ચ અધિકારીઓ તમારી મહેનતની પ્રશંસા કરશે અને બોસ તરફથી મોટો સપોર્ટ મળશે. સાહસિક નિર્ણયો લેવા માટે સમય ઉત્તમ છે, જેનાથી ભવિષ્યમાં મોટો ફાયદો થશે.
મિથુનઃ
મિથુન રાશિના જાતકો માટે આજનો દિવસ જીવનમાં સકારાત્મક પરિવર્તન લઈને આવી રહ્યો છે. આજે ઓફિસ કે કાર્યસ્થળ પર કામનું દબાણ થોડું વધારે રહી શકે છે, જેના કારણે માનસિક થાક વર્તાશે. જોકે, આર્થિક મોરચે દિવસ ઘણો સારો છે. કોઈ જગ્યાએ અટકી પડેલાં નાણાં પરત મળવાથી મોટી રાહત અનુભવશો. વ્યાપારીઓ માટે કોઈ નવી ડીલ ફાઇનલ કરવા માટે દિવસ શુભ છે, પરંતુ ભાગીદારીના કામમાં પારદર્શિતા રાખવી. પરિવાર સાથે કોઈ ધાર્મિક યાત્રા કે માંગલિક પ્રસંગનું આયોજન થઈ શકે છે. વાણી પર સંયમ રાખવો અને ઉતાવળમાં કોઈ મોટો આર્થિક નિર્ણય ન લેવો. કામની વ્યસ્તતા વચ્ચે આજે તમારે માતા-પિતાની સેવા માટે સમય કાઢવો પડશે.
કર્કઃ
કર્ક રાશિના જાતકો માટે આજનો દિવસ એક પછી એક સારા સમાચાર લઈને આવી રહ્યો છે. આજે ચંદ્રમા તમારી જ રાશિમાં ભ્રમણ કરી રહ્યા હોવાથી અને તેના પર ગુરૂ પુષ્ય યોગનો પ્રભાવ હોવાથી તમારું ભાગ્ય સોનાની જેમ ચમકશે. લાંબા સમયથી ચાલી રહેલી માનસિક ચિંતાઓ અને તણાવનો અંત આવશે. આર્થિક મોરચે મોટો ઉછાળો જોવા મળશે અને આવકના નવા સ્ત્રોત ખુલશે. નોકરીમાં પ્રમોશન અથવા પગાર વધારાના સત્તાવાર સમાચાર મળી શકે છે. જીવનસાથી સાથે અદભુત તાલમેલ રહેશે અને તમે ખુદને ખૂબ જ ભાગ્યશાળી અને સકારાત્મક અનુભવશો. આજે તમારે શોપિંગ કરતી વખતે ખૂબ જ ધ્યાન રાખવું પડશે.
સિંહ
કાર્યક્ષેત્રમાં આજે નવી જવાબદારીઓ મળી શકે છે, જે તમારા પદ અને પ્રતિષ્ઠામાં વધારો કરશે. આર્થિક સ્થિતિમાં ક્રમશઃ સુધારો થશે અને સમાજમાં સન્માન વધશે. જો કે, બિનજરૂરી ખર્ચ અને લક્ઝરી પાછળ પૈસા વેડફાવાની શક્યતા છે, તેથી બજેટ બનાવીને ચાલવું. જો તમે સરકારી ક્ષેત્ર કે વિદેશી સંસ્થાઓ સાથે જોડાયેલા છો, તો કોઈ મોટો પ્રોજેક્ટ તમારા હાથમાં આવી શકે છે. પરિવાર સાથે સારો સમય વીતશે, પરંતુ વાહન ચલાવતી વખતે સાવધાની રાખવી.
કન્યા
આજનો દિવસ તમારા આર્થિક પક્ષને ખૂબ જ લોખંડી બનાવનારો સાબિત થશે. અટકેલા કાર્યો ગતિ પકડશે અને જૂના રોકાણમાંથી બમ્પર નફો મળવાની આશા છે. ઓફિસમાં તમારી મહેનત અને કૌશલ્યના વખાણ થશે અને નવી ઉંચાઈઓ સર કરશો. વ્યાપારમાં નવી નફાકારક તકો મળશે જે તમારા વ્યવસાયનો વ્યાપ વધારશે. કુંવારા લોકો માટે લગ્નના સારા પ્રસ્તાવ આવી શકે છે. સાંજનો સમય જૂના મિત્રો સાથે યાદગાર અને ખુશીઓથી ભરેલો રહેશે.
તુલાઃ
તુલા રાશિના જાતકોને આજે ગુરૂ પુષ્ય યોગના પ્રભાવથી ભાગ્યનો પૂરો સાથ મળશે, જેના કારણે લાંબા સમયથી અટકેલી પ્રોપર્ટી કે કોર્ટના કેસોનો સુખદ નિકાલ આવશે. વિદેશ સંબંધિત વેપાર કે પ્રવાસના અવસરો પ્રાપ્ત થશે. ઓફિસમાં તમારા પદમાં વધારો થઈ શકે છે અને કોઈ મોટી સત્તા સોંપવામાં આવી શકે છે. મન એકદમ શાંત અને ભક્તિમય રહેશે. પરિવારમાં ભાઈ-બહેનો સાથેના સંબંધો વધુ મજબૂત બનશે અને ઘરમાં કોઈ ધાર્મિક પ્રસંગનું આયોજન થઈ શકે છે. લાંબા સમય બાદ આજે કોઈ જૂના મિત્ર સાથે તમારી મુલાકાત થશે અને તમે એમની સાથે મજાક-મસ્તીમાં સમય પસાર કરશો. જીવનસાથી તમારા માટે કોઈ સરપ્રાઈઝ પાર્ટીનું પ્લાનિંગ કરશે.
વૃશ્ચિકઃ
વૃશ્ચિક રાશિના જાતકો માટે માન-સન્માન, યશ અને પ્રતિષ્ઠાની દ્રષ્ટિએ આજનો દિવસ શ્રેષ્ઠ છે. ઓફિસમાં તમારા કામની અલગ ઓળખ બનશે અને તમારી કુશળતાના લીધે પ્રશંસા થશે. આવકના એકથી વધુ સ્ત્રોતો ઊભા થવાથી આર્થિક ચિંતાઓ દૂર થશે. લાંબા સમયથી ચાલતી સ્વાસ્થ્ય સંબંધી સમસ્યાઓમાંથી મુક્તિ મળશે. સંતાન પક્ષ તરફથી શિક્ષણ કે કરિયરને લઈને કોઈ ખૂબ જ હર્ષવર્ધન સમાચાર મળી શકે છે. કુંવારા લોકોના જીવનમાં કોઈ ખાસ વ્યક્તિની એન્ટ્રી થવાના મજબૂત યોગ છે. સંતાનની સંગત પર તમારે આજે ખાસ ધ્યાન આપવું પડશે, નહીં તો તે ખોટી સંગતમાં ફસાઈ શકે છે. દૂર રહેતાં કોઈ સંબંધી આજે તમને મળવા આવી શકે છે.
ધનઃ
ધન રાશિના પરિણીત જાતકોના વૈવાહિક જીવન માટે આજનો દિવસ વરદાન સમાન રહેશે. જીવનસાથી સાથે પરસ્પર સમજણ, પ્રેમ અને રોમાન્સમાં વધારો થશે અને જૂની ગેરસમજો દૂર થશે. ઇન્ટરવ્યુ આપવા અથવા નવી નોકરી જોઈન કરવા માટે આજનો દિવસ અતિ ઉત્તમ છે. વ્યાપારિક મોરચે મોટો આર્થિક નફો થશે અને નવી ભાગીદારી ફળદાયી નીવડશે. પિતા કે વડીલોની સલાહથી લેવાયેલા નિર્ણયો ભવિષ્યમાં મોટો આર્થિક લાભ કરાવશે. સ્વાસ્થ્યની દ્રષ્ટિએ દિવસ સારો રહેશે. માતા-પિતાના આશિર્વાદથી આજે તમારા લાંબા સમયથી અટકી પડેલાં કામ પૂરા થઈ રહ્યા છે. કુંવારા લોકોના જીવનમાં આજે કોઈ ખાસ વ્યક્તિની એન્ટ્રી થઈ શકે છે અને વાત લગ્ન સુધી પહોંચી શકે છે.
મકરઃ
મકર રાશિના જાતકો માટે આજનો આજનો દિવસ અન્ય દિવસની સરખામણીએ સારો રહેશે. આજે કામના સ્થળે તમને તમારા ઉપરી અધિકારીઓનો સંપૂર્ણ સાથ-સહકાર મળી રહ્યો છે. કોર્ટ-કચેરી, કાનૂની મામલાઓ અથવા જૂની લોન ચૂકવવાની બાબતોમાં તમને મોટી સફળતા મળશે. શત્રુઓ અને વિરોધીઓ તમારી સામે નતમસ્તક થશે અને તમે દરેક પડકાર પર વિજય મેળવશો. વ્યાપારમાં સખત મહેનત કરવી પડશે, પરંતુ તેનું પરિણામ ખૂબ જ મીઠું આવશે. નોકરીમાં પ્રમોશનના મજબૂત સંકેતો છે. પરિવાર પ્રત્યે તમારો લગાવ અને જવાબદારી વધશે. આંખ બંધ કરીને કોઈ પણ અજાણ્યા પર નાણાકીય ભરોસો ન કરવો, નહીંતર મુશ્કેલી થઈ શકે છે.
કુંભઃ
કુંભ રાશિના જાતકો માટે આજનો દિવસ એક પછી એક સારા સમાચારો લઈને આવી રહ્યો છે. આજે તમારે તમારા વાણી અને વર્તન બંને પર ખૂબ જ નિયંત્રણ રાખવું પડશે. વિદ્યાર્થીઓ, કલાકારો અને સાહિત્યકારો માટે આજનો દિવસ કોઈ મોટી ખુશખબરી લાવનારો સાબિત થશે. સંતાનના કરિયરને લઈને ચાલી રહેલી ચિંતાઓ દૂર થશે અને તેમની પ્રગતિથી મન પ્રસન્ન રહેશે. આવકના જૂના સ્ત્રોતો મજબૂત રહેશે અને શેરબજાર કે લોટરીથી આકસ્મિક આર્થિક લાભ થઈ શકે છે. કાર્યસ્થળ પર સહકર્મીઓ અને ઉપરી અધિકારીઓનો સંપૂર્ણ સહયોગ મળશે. જીવનસાથીની કોઈ લાંબા સમયની ઈચ્છા કે માંગણી તમે આજે પૂરી કરશો. સંતાનની સંગત પર ખાસ ધ્યાન આપો.
મીનઃ
મીન રાશિના જાતકો માટે આજનો દિવસ મિશ્રિત ફળદાયી રહેશે, તેથી તમારે કરિયર અને સંબંધો વચ્ચે પરફેક્ટ સંતુલન જાળવવું પડશે. જમીન, મકાન કે વાહન ખરીદવાના સુંદર યોગ બની રહ્યા છે, પ્રોપર્ટીના સોદામાં ફાયદો થશે. ભાવનાત્મક રીતે તમે વધુ સ્પષ્ટ રહેશો, જેનાથી નિર્ણયો લેવામાં સરળતા રહેશે. આર્થિક સ્થિતિમાં ધીમે-ધીમે મોટો સુધારો જોવા મળશે. સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું, ખાસ કરીને મોસમી બીમારીઓથી બચવું. સાંજનો સમય પરિવાર સાથે ઘરમાં જ હાસ્ય-મજાકમાં વીતશે. જીવનસાથી સાથે તમે કોઈ જગ્યાએ ફરવા જવાનું પ્લાનિંગ કરશો. કામની વ્યસ્તતા વચ્ચે આજે તમારે માતા-પિતાની સેવા માટે સમય કાઢવો પડશે.