- સમીર જોશી
છેલ્લા ત્રણ લેખમાં આપણે કઇ રીતે ક્ધઝ્યુમરને મહત્ત્વ આપી ક્રાઈસીસને સકારાત્મક પરિણામ આપ્યું, ક્ધઝ્યુમરનો વિશ્વાસ જીતી વિશ્વસનીય બ્રાન્ડ બની શકે છે અને યોગ્ય ગ્રાહકની કઇ રીતે અને ક્યારે પસંદગી કરવી તે વિશે જાણવાનો પ્રયત્ન કર્યો. તો આ ક્ધઝ્યુમરને આજે કઇ રીતે સમજવો તે જોઈએ...
જ્યારે કોઈ નવી બ્રાન્ડ લોંચ કરવાનું વિચારતું હોય કે પછી નવા પ્રોડક્ટ વિશે વિચારતું હોય ત્યારે પહેલો પ્રશ્ન આવે કે કોના માટે આ બ્રાન્ડ કે પ્રોડક્ટ બની રહ્યું છે. ક્ધઝ્યુમરનો વિષય ઘણો મોટો છે. વય, વ્યવસાય, આવક, ભૌગોલિક વિસ્તાર, લિંગ વગેરે; આવાં ઘણાં પરિબળના આધારે તે નક્કી થાય છે.
આપણે જાણીએ છીએ કે ક્ધઝ્યુમરને ખુશ કરવો અઘરું કામ છે, પણ તેનાથી અઘરું કામ છે ક્ધઝ્યુમરને સમજવો. જો ક્ધઝ્યુમરને સમજી શકાય તો તેને ખુશ કરવાનું કામ આસાન થઈ શકે. આજનો ક્ધઝ્યુમર અલગ છે, જમાનાની સાથે તે પણ ઇવોલ્વ-એનો પણ વિકાસ થયો છે. તેને પોતાના હક્કની ખબર છે. આવા સમયે આ ક્ધઝ્યુમરને જાણવો અને સમજવો વધુ આવશ્યક છે. ક્ધઝ્યુમરની રહેણીકરણીની સાથે તેની વિચારધારા, ગમા-અણગમા, કઇ વાતને તે પ્રાધાન્યતા આપે છે તેનો અભ્યાસ પણ આવશ્યક છે.
આ અભ્યાસના આધારે બ્રાન્ડને તક મળી શકે છે ક્ધઝ્યુમરને ગમતી વિચારધારાના સહારે પોતાની બ્રાન્ડ પ્રમોટ કરવાની.
આજનો ક્ધઝ્યુમર જાણકાર છે, તેની પાસે માહિતીઓ છે ત્યારે તે રિયલ લાઇફની વાતો અને વિચારધારાથી પ્રભાવિત થશે, જેમ કે સેલિબ્રિટી સાથે જો બ્રાન્ડ પ્રમોટ થશે તો તે સેલિબ્રિટીની ક્રેડિબિલિટી અને રિયલ લાઇફ ઇમેજ અને ગુણોના સહારે તેને અપનાવશે. ફક્ત સેલિબ્રિટી છે તેથી તેને જોઈને તે પ્રમોટ કરે તે બ્રાન્ડ તે નહિ ખરીદે. આજનો ક્ધઝ્યુમર કોસ્મોપોલિટન કલ્ચરમાં ઊછરી રહ્યો છે. તે વિવિધ પ્રાંતમાં જઈ અભ્યાસ અને નોકરી કરે છે આથી સ્વભાવિક છે કે તે બીજા લોકોના સંપર્કમાં આવશે, તે બીજાની સંસ્કૃતિ, વિચારધારા જાણશે અને તેઓ સાથે સંબંધ બાંધશે. બ્રાન્ડ ક્ધઝ્યુમરની આ મુક્ત વિચારધારાને માન આપી તેને પોતાની તરફ આકર્ષવા, પોતાની બ્રાન્ડ પર્સનાલિટી તે રીતે પ્રોજેક્ટ કરે છે.
આજના ક્ધઝ્યુમરના ટ્રેંડના અમુક પાસાને જાણવાનો પ્રયત્ન કરીએ. આજનો ક્ધઝ્યુમર સ્વાસ્થ્યને મહત્ત્વ આપે છે. પોતાની લાઇફસ્ટાઇલ જે રીતે બદલાઈ રહી છે ત્યારે પોતે જે પ્રોડક્ટ્સ વાપરે છે તેના માટે તે ઘણો સજાગ છે. નેચરલ અને ઑર્ગેનિક પ્રોડક્ટ્સ તરફ તેનું વલણ વધી રહ્યું છે. ફક્ત ખાદ્ય પદાર્થોમાં નહી, પણ પર્સનલ કેર પ્રોડક્ટમાં પણ તે ઑર્ગેનિક અને નેચરલ વસ્તુની ઈચ્છા રાખે છે જેથી સ્વાસ્થ્ય સલામત રહે. આથી આ વાતને ધ્યાનમાં રાખી બ્રાન્ડે પોતાનામાં બદલાવ લાવવો પડશે.
બીજું, આજનો ક્ધઝ્યુમર ભારતીય મૂળને અપનાવવા માંગે છે, દેશ, સંસ્કૃતિ અને વારસાગત વાત તરફ તેનું વલણ વધી રહ્યું છે. આથી ફક્ત ભારતીય નામ બ્રાન્ડને આપી નહીં ચાલે. પ્રોડક્ટ જે ડેવલપ થાય તેનો સંદર્ભ, તેના મૂળ, આપણા વારસાને અનુરૂપ છે કે નહીં તે મહત્ત્વનું છે. આજે અમુક ટૂથ પેસ્ટ પણ આયુર્વેદના અભ્યાસના આધારે બનાવવામાં આવી છે. ત્રીજું પાસુ, ક્ધઝ્યુમર આજે ઓથેન્ટિસિટીને માને છે.
ઓનલાઇન રિસર્ચ કર્યા બાદ પણ પ્રોડક્ટ જે દાવો કરે છે તેના પર આંધળો વિશ્વાસ નથી કરતો. તેથી બ્રાન્ડ ફક્ત શું આપે છે તેનાથી તે સંતુષ્ટ નહીં થાય પણ કેવી રીતે તે પ્રોડક્ટ બનાવવામાં આવે છે થી લઈને સ્ટોરના શેલ્ફ સુધી પહોંચે છે ત્યાં સુધીની ઓથેંટિક માહિતી મેળવશે. ચોથું, રીલેટેબિલિટી, પોતાની સાથે સુસંગત બેસતી બ્રાન્ડને તે ન્યાય આપશે. પોતાની વિચારધારાને અનુરૂપ છે તો જ હું બ્રાન્ડને અપનાવીશ. પાંચમી વાત, આજના ડિજિટલ યુગમાં ક્ધઝ્યુમરને મળતા મેસેજ અને માહિતીઓ ક્ષણના છઠ્ઠા ભાગમાં સમજી જાય છે. આવા સમયે માર્કેટીયરે પણ પોતાની ગતિ વધારવી પડશે. શબ્દો કરતાં ઇમેજ દ્વારા કમ્યુનિકેશન વધુ સશક્ત બનાવવું પડશે. આનું ઉદાહરણ એટલે આજનું જનરેશન ઈન્સ્ટાગ્રામ પર વધુ દેખાય છે.
મીડિયા આમાં મોટો ભાગ ભજવે છે. આથી બ્રાન્ડે સામાજિક બદલાવની વાતોના સહારે પોતાના કેમ્પેઇન બનાવવા પડશે. સાતમી વાત, આજનો ક્ધઝ્યુમર ડિજિટલી સેવી છે. માહીતીથી ખરીદી સુધી બધુ ડિજિટલી થાય છે તો બ્રાન્ડે પણ આ પ્લેટફોર્મ પર પોતાની બ્રાન્ડ પ્રમોટ કરવી પડશે. ક્ધઝ્યુમર આજે વધુ સાહસિક છે, પોતાના મનમાં જે છે તે કરે છે. આજનો ક્ધઝ્યુમર તે બ્રાન્ડ સાથે સંબંધ રાખશે જે લેવડદેવડથી પરે જઈ ભાવનાત્મક સ્તરે તેની સાથે બંધાય. બ્રાન્ડ માટે જરૂરી છે કે તે ક્ધઝ્યુમરને ફક્ત ઘરાક ન સમજતા પોતાની સફળતામાં ભાગીદાર સમજે.