Mon Sep 07 2026

Logo

સ્ટેડિયમમાં રોમાન્સ કરવો ભારે પડશે! હાર્દિક પંડ્યા સામે તિરંગાના અપમાનના આરોપસર ફરિયાદ દાખલ

2026-03-12 12:12:00
Author: Savan Zalariya
સ્ટેડિયમમાં રોમાન્સ કરવો ભારે પડશે! હાર્દિક પંડ્યા સામે તિરંગાના અપમાનના આરોપસર ફરિયાદ દાખલ

પુણે: ભારતીય ક્રિકેટ ટીમને ICC મેન્સ T20 વર્લ્ડ કપ 2026માં ભારતીય ટીમને ચેમ્પિયન બનવવામાં ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાએ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. ન્યુઝીલેન્ડ સામે જીત બાદ અમદાવાદના શ્રી નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ઉજવણી દરમિયાન રાષ્ટ્રીય ધ્વજનું અપમાન કરવાના આરોપસર પુણેમાંના એક પોલીસ સ્ટેશનમાં હાર્દિક પંડ્યા સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે,

પુણેના એક વકીલ એડવોકેટ વાજિદ શિવાજી નગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં વકીલે આરોપ લગાવ્યો કે ભારતની વર્લ્ડ કપ જીત બાદ સ્ટેડિયમમ ઉજવણી દરમિયાન હાર્દિક પંડ્યાએ શરીર પર ત્રિરંગો લપેટ્યો અને જમીન પર સુઈને અશ્લીલ વર્તન કર્યું. વકીલે હાર્દિક સામે FIR દાખલ કરવાની માંગ કરી છે.

ફરિયાદમાં જણાવવામાં આવ્યું, "આ કૃત્ય સંબંધિત કાયદા હેઠળ ગુનો છે, તેની સામે કાયદાકીય કાર્યવાહી થવી જોઈએ. રાષ્ટ્રધ્વજની ગરિમાનું સન્માન કરવું એ દરેક નાગરિકની ફરજ છે." 
 

સોશિયલ મીડિયા પર હાર્દિકની ટીકા:
નોધનીય છે કે વર્લ્ડ કપ જીત બાદ હાર્દિક પંડ્યાએ પ્રેઝન્ટેટર સાથે વાત કરતા તેની ગર્લફ્રેન્ડ મહિકા શર્માનો ઘણી વાર ઉલ્લેખ કર્યો હતો અને મહિકાને પોતાના માટે લકી ગણાવી હતી. ત્યાર બાદ તેણે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં મહિકા સાથે ઉજવણી કરી હતી. 

સોશિયલ મડીયા પર કેટલાક વિડીયો વાયરલ થયા હતાં, જેમે તે મહિકા સાથે રોમાન્સ કરતો દેખાયો હતોમ જેને કારણે તેની ટીકા કરવામાં આવી રહી છે.
અગાઉ પણ આ ટુર્નામેન્ટની મેચ દરમિયાન હાર્દિકના કેટલાક વિડીયો વાયરલ થયા હતાં, જેમ તે બાઉન્ડ્રી પાસેથી સ્ટેન્ડમાં બેઠેલી મહિકાને ઇશારા કરી રહ્યો હોય અને ફ્લાઈંગ કિસ આપતો હોય એવું દેખાયું હતું.