Mon May 11 2026

Logo

વધુ એક ટેક કંપનીએ છટણીનો પ્લાન બનાવ્યો,મોટા ભાગના ભારતીય કર્મચારીનો લેવાશે ભોગ

2026-05-06 22:40:53
Author: mumbai samachar team
Article Image

નવી દિલ્હીઃ આ વર્ષમાં જાણે આઈટી સેક્ટરના કર્મચારીઓ પર માઠી બેઠી હોય એવો માહોલ છે. છટણીનો તબક્કો શરૂ થયો હોય એવી સ્થિતિ છે. નાની એજન્સીઓ કે સ્થાનિક સ્તરની કંપનીઓની વાત નથી. મોટી ટેક જાયન્ટ કંપનીઓ પોતાના કર્મચારીઓને છૂટા કરી રહી છે. મેટા બાદ અમેરિકાની વધુ એક આઈટી કંપની કર્મચારીઓને છૂટા કરવાની કગાર પર છે. કોંગ્નીઝંટ નામની કંપની મોટી સંખ્યામાં કર્મચારીઓને કંપનીમાંથી રવાના કરવાના મૂડમાં છે. 

આંકડો ફિક્સ નથી
એવું પણ જાણવા મળી રહ્યું છે કે, કંપની પ્રોજેક્ટ લીપ અંતર્ગત ગ્લોબલ લેવલ પર આશરે 12000થી 15000 કર્મચારીઓની છટણી કરી શકે છે. રિપોર્ટ અનુસાર મોટાભાગની છટણી ભારતમાં થવાની પણ આશંકા છે. ગત તા.29 એપ્રિલના રોજ નાસદેકમાં લીસ્ટેડ કંપનીએ જણાવ્યું હતું કે, નવા ઈનિશ્યેટિવ પ્રોજેક્ટ લીપ અંતર્ગત કર્મચારીઓને નોકરીમાંથી દૂર કરવા પર 230થી 320 મિલિયન ડૉલરનો ખર્ચ કરી શકે છે. આટલી મોટી સંખ્યામાં કર્મચારીઓ કંપની છોડીને જશે તો કંપનીને મોટો આર્થિક ફટકો પણ પડશે. એ પણ કરોડોમાં હોય છે. ટેક કંપનીએ માત્ર અણસાર આપ્યા છે પણ કેટલા કર્મચારીને છૂટા કરશે એ અંગે કોઈ આંકડા જાહેર કર્યા નથી. 

ભારતના કર્મચારીઓ કેમ વધારે હશે?
કોંગ્નીઝંટ કંપનીમાં દુનિયાભરમાંથી આશરે 357,000થી વધારે કર્મચારીઓ કામ કરી રહ્યા છે. 250,000થી વધારે કર્મચારીઓ ભારતમાં છે. ભારતમાં જે કર્મચારીઓ છે એમની સેલેરી અને ટોટલ પે વિકસિત દેશની તુલનામાં ઘણા ઓછા છે. આ માટે કંપની જો છટણી કરશે તો મોટાભાગના કર્મચારીઓ ભારતના હશે એ ગણિત હવે સમજી શકાય છે. કંપનીઓ છટણી કરવા પાછળ કારણ તો નથી આપતી પણ પોતાના જૂના મોડલ દૂર કરીને AI બેઝ અને લીન મોડલ અપનાવવા જઈ રહી છે. પિરામિડ મોડલ અંતર્ગત ઘણા બધા સિનિયર્સ અને જુનિયર્સ સાથે મળીને કામ કરવા માટે હવે રસ ધરાવતા નથી.કેટલાક મોડલ અને પ્રોડક્ટની ઘટતી માગને કારણે ખર્ચો ઓછો કરવાની દિશામાં પણ કંપની વિચારે છે. બીજી તરફ એડવાન્સ એઆઈ જેવી ટેક્નોલોજીમાં તે કરોડો રૂપિયાનું આંધણ કરવા માગે છે. આનાથી કામ સરળ થશે અને માણસની જરૂરિયાત કેટલાકા પાયના કામમાંથી ઓછી થશે.  

ડેટાસોર્સ માટે કરોડો રૂપિયા
રિપોર્ટમાંથી જાણવા મળ્યા અનુસાર અમેરિકી ટેક કંપનીઓમાં છટણીનો તબક્કો આગળ યથાવત રહ્યો તો ઉત્પાદનમાં પણ ફેર પડે એવી શક્યતાઓ છે. એઆઈ પાછળ કરોડો રૂપિયા ખર્ચતી કંપનીઓએ હાલ તો પોતાના કોઈ ડ્રિમ પ્રોજેક્ટ જાહેર કર્યા નથી. પણ યુઝર ફ્રેન્ડલી માટે ટેક્નોલોજીના સહારે કંઈ નવું થાય એવા અણસાર ચોક્કસથી છે. બીજી તરફ ટેક જાયન્ટ કંપનીઓ ડેટા સર્વિસ પાછળ કરોડો રૂપિયા ખર્ચી રહી છે. જેનું કારણ આપતા ટેક કંપનીના જ કર્મચારીઓ કહે છે કે, એઆઈ આવ્યા બાદ ટેક કંપનીઓમાં ડેટા રીસોર્સનું મહત્ત્વ એકાએક વધી ગયું છે. દરેક કંપની પોતાના એઆઈ મોડલ તૈયાર કરવા માટે પાયામાં ડેટા સોર્સનો સહારો લેતી હોય છે. આ માટે કેટલાક પૈસા ચૂકવતી હોય છે. આ સોર્સ પાછળ પહેલા માણસો કામ કરતા હવે ટેક્નોલોજી કામ કરે છે આ કારણોસર માણસોની છટણીનો મુદ્દો કંપનીને અસર કરે છે.