Thu Jun 18 2026

Logo

અમેરિકા ઈરાન યુદ્ધ વચ્ચે ચીનનું પ્રથમ નિવેદન, કહ્યું દરેક દેશની સાર્વભૌમત્વનું સન્માન કરવું જોઇએ

Beijing   2026-04-14 21:27:18
Author: Chandrakant Kanoja
Article Image

બેઇજિંગ : અમેરિકા અને ઈરાન વચ્ચે સતત  તણાવ વધી રહ્યો છે. તેમજ હોર્મુઝ સ્ટ્રેટ પર અમેરિકાની નાકાબંધીએ વિસ્તારમાં વધુ વિકટ સ્થિતી ઉભી કરી છે. ત્યારે પ્રથમ વાર ચીન તરફ આ મુદ્દે નિવેદન આવ્યું છે. ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગે જણાવ્યું હતું કે પશ્ચિમ એશિયા અને ખાડી દેશોની સાર્વભૌમત્વ, સુરક્ષા અને પ્રાદેશિક અખંડિતતાનું સંપૂર્ણ સન્માન કરવું જોઈએ. 

સુરક્ષા માળખું સ્થાપિત કરવા માટે પણ અપીલ 

તેમણે વધુમાં જણાવ્યું કે, તમામ દેશોના કર્મચારીઓ, સુવિધાઓ અને સંસ્થાઓની સુરક્ષા અસરકારક રીતે સુનિશ્ચિત કરવી જોઈએ. ચીનના રાષ્ટ્રપતિએ પશ્ચિમ એશિયા અને ખાડી ક્ષેત્ર માટે એક સહિયારું, વ્યાપક અને ટકાઉ સુરક્ષા માળખું સ્થાપિત કરવા માટે પણ અપીલ કરી હતી.

આંતરરાષ્ટ્રીય કાયદાના શાસનને  સત્તાએ  જાળવી રાખવું જોઈએ

શી જિનપિંગે જણાવ્યું હતું કે દુનિયાને જંગલ રાજમાં પરત ફરતા અટકાવવા માટે આંતરરાષ્ટ્રીય કાયદાના શાસનને  સત્તાએ  જાળવી રાખવું જોઈએ. તેમણે ઉમેર્યું હતું કે વિકાસ અને સુરક્ષા વચ્ચે તાલમેલ હોવો જોઈએ. પશ્ચિમ એશિયા અને ગલ્ફ ક્ષેત્રના દેશોના વિકાસને પ્રોત્સાહન આપવા માટે તમામ પક્ષોએ અનુકૂળ વાતાવરણ બનાવવા માટે કામ કરવું જોઈએ.